December 22, 2024

India Women’s Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઈન્ડિયાએ જાહેર કરી ટીમ

India Women vs Australia Women ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટમાં ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. જેના માટે ટીમ ભારત થોડા જ સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જેના માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. હરમનપ્રીત કૌરની કમાન હેઠળ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ટીમનો એક ભાગ છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ 5 ડિસેમ્બરે રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં જેમિમાહ રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા અને અને રિચા ઘોષનો સમાવેશ કર્યો છે. દીપ્તિએ ઘણી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સાયમા ઠાકોર અને તેજલ પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ વનડે 5 ડિસેમ્બરે અને બીજી વનડે 8મી ડિસેમ્બરે રમાવાની છે.

આ પણ વાંચો: ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીન), હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટે), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા , મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, સાયમા ઠાકોર