December 26, 2024

સુપર 8માં Bharatનો સામનો Australia સામે, ICCએ કરી જાહેરાત

T20 World Cup 2024: યુએસએને હરાવીને ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. સુપર 8માં સ્થાન પાક્કું થતાની સાથે ટીમ ઈન્ડિયાની મેચ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે પણ ફિક્સ થઈ ગઈ છે. જેની જાહેરાત ICC દ્વારા કરી દેવામાં આવી છે.

મેદાન પર રમાવાની
ICC દ્વારા નિર્ણયની જાહેરાત કરતાની સાથે એ વાત નક્કી થઈ ગઈ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 24 જૂનના સેન્ટ લુસિયાના મેદાન પર રમાવાની છે. તમને જણાવી દઈએ કે સુપર 8માં ભારતીય ટીમની આ ત્રીજી અને છેલ્લી મેચ હશે. જોકે આ પહેલા વધુ 2 મેચ રમાવાની રહેશે. જોકે તેના માટે ટીમ નક્કી થવાની બાકી છે. ટીમ ઈન્ડિયા સુપર 8 તબક્કામાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમાવાની છે. ત્યાર બાદની મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાવાની છે. ભારતીય ટીમે હજુ ગ્રુપ Aમાં તેની છેલ્લી મેચ રમવાની બાકી છે. જેમાં તેનો સામનો કેનેડાની ટીમ સામે થશે. કેનેડાની ટીમ સાથે સામનો 15 જૂને ફ્લોરિડાના મેદાન પર થશે.

આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ 4 રને મેચ જીતીને ભારતીય ટીમને પાછળ છોડી

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો દબદબો હતો
જો આપણે ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમના રેકોર્ડની નજર કરીએ તો ભારતની ટીમનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે. જેમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 5 મેચ રમાણી છે. તેમાં ભારતની ટીમનો 3 મેચમાં વિજ્ય થયો છે. વર્ષ 2010માં T20 વર્લ્ડ કપમાં, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝના બ્રિજટાઉન સ્ટેડિયમમાં આમનો સામનો થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો 49 રને મેચ જીતી હતી.