જાપાન પાસેથી ભારત ખરીદશે 6 બુલેટ ટ્રેન, મળશે હાઇ સ્પીડ મુસાફરીની સુવિધા

Bullet Trains In India: ભારતમાં બુલેટ ટ્રેન માટે કોરિડોર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બુલેટ ટ્રેન ડીલ અંગે પણ એક મોટી માહિતી સામે આવી છે. ભારત (India)માં પણ બુલેટ ટ્રેન લાવવાનું સપનું ઘણા સમયથી હતું અને હવે બુલેટ ટ્રેનની ડીલ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે જે દેશવાસીઓને હાઈ સ્પીડ મુસાફરીની સુવિધા આપશે. ભારતમાં બુલેટ ટ્રેન સેવા શરૂ કરવા માટે જાપાન પાસેથી બુલેટ ટ્રેન ખરીદવામાં આવશે. ભારત જાપાન પાસેથી 6 E5 સિરીઝની બુલેટ ટ્રેન ખરીદશે.
ડીલ ક્યારે ફાઇનલ થશે?
માહિતી અનુસાર ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ડીલ આ મહિને ફાઈનલ થઈ જવાની આશા છે. બંને દેશો વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની ડીલ માર્ચના અંત સુધીમાં ફાઈનલ થઈ શકે છે.
ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે?
ભારતમાં 2026થી બુલેટ ટ્રેન શરૂ થવાની આશા છે.પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચાલશે. હાલ આ માટે કોરિડોર બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ કોરિડોર 508 કિલોમીટર લાંબો હશે અને મર્યાદિત સ્ટોપ અને તમામ સ્ટોપ સર્વિસ જેવી સેવાઓ પણ આપશે.અમદાવાદ-મુંબઈ વચ્ચે મર્યાદિત સ્ટોપ બુલેટ ટ્રેન માત્ર 2 કલાકમાં મુસાફરી પૂરી કરશે.
અંદાજિત સમય કેટલો હશે?
અમદાવાદ-મુંબઈ વચ્ચે મર્યાદિત સ્ટોપ બુલેટ ટ્રેન માત્ર 2 કલાકમાં મુસાફરી પૂરી કરશે, જ્યારે તમામ સ્ટોપ સર્વિસમાં મુસાફરીમાં લગભગ 2 કલાક 45 મિનિટનો સમય લાગશે. માહિતી અનુસાર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેન અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી માટે બિડ કરશે.