December 23, 2024

ઝિમ્બાબ્વે સામે બીજી મેચ જીત્યા બાદ ફિલ્ડિંગને લઈ શુભમન ગિલને મલાલ

India vs Zimbabwe T20 Series: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી શ્રેણીમાં ત્રણ મેચ રમાઈ છે. જેમાં 2 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ ગઈ છે. પહેલી મેચમાં જ હાર મળતાની સાથે શુભમન ખુબ નિરાશ જોવા મળ્યો હતો. પરંતુ બીજી 2 મેચમાં જીત મળતાની સાથે તે ખુશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાનું દર્દ ફરી એકવાર સામે આવ્યું છે. હારથી તે એકદમ નિરાશ જોવા મળી રહ્યો છે.

શુબમન ગિલે શું કહ્યું?
શ્રેણીની બીજી મેચ જીત્યા બાદ કેપ્ટન શુભમન ગિલે મેચ વિશે વાત કહી હતી. ગીલે કહ્યું કે અમે જે રીતે બેટિંગ અને બોલિંગ સાથે શરૂઆત કરી હતી તે શાનદાર હતી.ગિલે કહ્યું કે અમે લેન્થ બોલને પણ ફટકારવા માગતા હતા. તેમણે કહ્યું કે આ વખતે પણ ફિલ્ડિંગ ખરાબ હતી. અમે લગભગ 20 વધારાના રન આપ્યા અને 23 રનથી હારી ગયા હતા.

આ પણ વાંચો: જુઓ Virat Kohliનું નવું ઘર, શાનદાર ઈન્ટિરિયર જોઈને સ્તબ્ધ થઈ જશો

શુભમન ગિલે અડધી સદી ફટકારી
યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે. આ પહેલા આઈપીએલ 2024માં ગુજરાતની ટીમની કપ્તાન રહ્યા છે. હાલ 5 મેચની T20 શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. 2 મેચ પુર્ણ થઈ ગઈ હતી તેમ છતાં શુભમનનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. ત્રીજી T20 મેચમાં શુભમન ગિલના બેટથી શાનદાર અડધી સદી જોવા મળી હતી. આ સમયે તેણે 49 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. અડધી સદી ફટકારવાની સાથે ગિલ ભારતીય કેપ્ટન તરીકે એક ખાસ ક્લબનો ભાગ બની ગયો છે.