December 23, 2024

India vs zimbabwe વચ્ચેની ચોથી ટી20 મેચ આજે રમાશે

India vs Zimbabwe: ટીમ ઈન્ડિયા પહેલી મેચમાં હાર બાદ બીજી 2 મેચ જીતી લીધી છે. હવે આગામી મેચ પર તમામ ક્રિકેટ ચાહકોનું ધ્યાન છે. આ મેચ આજના સાંજે 4.30 વાગ્યે ભારતીય સમય પ્રમાણે રમાશે.

જોરદાર ટક્કર આપી
અત્યાર સુધીમાંસ બંને ટીમ વચ્ચે 3 મેચ રમાઈ છે. જેમાં એક મેચમાં ઝિમ્બાબ્વની અને 2 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. ભારતે ત્રીજી T20 મેચ 23 રને જીતી લીધી હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેની ફિલ્ડિંગ ખુબ ખરાબ જોવા મળી હતી. રિયાન પરાગ,અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને સાઈ સુદર્શનને આનો સૌથી વધુ લાભ મળ્યો હતો. અભિષેક શર્માનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. જેમાં તેણે 46 બોલમાં સદી ફટકારી હતી. ત્યારે તમામ લોકોનું ધ્યાન તેના પર ગયું હતું. ભારતે ત્રીજી T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કર્યા હશે, પરંતુ ચોથી મેચમાં આવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી. ચોથી મેચ માટે ભારત તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે તેવી પૂરી સંભાવના જોવા મળી હતી.

આ પણ વાંચો: ભારતીય કેપ્ટન તરીકે Shubman Gill આ ખાસ ક્લબનો ભાગ બન્યો 

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ.