December 26, 2024

શું હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 બદલાશે?

India vs South Africa 3rd T20: ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટે કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે બંને ટીમોની ત્રીજી મેચ 13મી નવેમ્બરે સેન્ચુરિયન મેદાન પર રમાવાની છે. હવે આગામી મેચને લઈને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે.

મેચનો માર્ગ બદલવાની ક્ષમતા
અભિષેક શર્મા ટીમ ઈન્ડિયાની નબળી કડી જોવા મળી છે. બીજી બાજૂ સંજુ સેમસને પ્રથમ T20માં સદી ફટકારી હતી. બીજી મેચમાં તે કંઈ ખાસ કરી રહ્યો નથી તે શૂન્ય રન પર આઉટ થયો હતો. 107 રનની જોરદાર ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. બીજી મેચમાં તે શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ત્રીજા નંબર પર ઉતરવું નિશ્ચિત જોવા મળી રહ્યું છે.

મિડલ ઓર્ડરમાં ફેરફાર થઈ શકે છે
આવી સ્થિતિમાં બીજી T20 માટે મિડલ ઓર્ડરમાં ફેરફાર થઈ શકે છે. હાર્દિક પંડ્યા અને રમનદીપ સિંહ, રિંકુ સિંહને તક આપવામાં આવી શકે છે. રમણદીપે ઇમર્જિંગ એશિયા કપમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ફિલ્ડિંગ કરતી વખતે ઘણા પ્રભાવશાળી કેચ લીધા હતા. આવી સ્થિતિમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અવેશ ખાન બીજી ટી-20 મેચમાં બોલિંગમાં ઘણો મોંઘો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ત્રીજી T20 મેચ માટે ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વિજય કુમાર વૈશાક, અર્શદીપ સિંહ.