January 19, 2025

Pakistan માટે રાહતના સમાચાર, આ ખેલાડી ભારત સામેની મેચ માટે ફિટ

T20 World Cup 2024: ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે સાંજે આ મેચ રમાશે. આ મેચને ગણતરીની કલાકો બાકી છે તે પહેલા પાકિસ્તાન માટે સારા સમચાર સામે આવ્યા છે. સારી વાત અહિંયા એ છે કે પાકિસ્તાન સામે ભારતની ટીમ બધી રીતે મજબૂત છે. જેના કારણે આ ખેલાડી પરત ફરતા પાકિસ્તાનની ટીમને જીવમાં જીવ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

પાકિસ્તાની ટીમ માટે રાહત
આજની મેચ ભારતની સાથે પાકિસ્તાન માટે પણ એટલી જ મહત્વની છે. પાકિસ્તાન અને ભારતના તમામ લોકો આ મેચ જોવા માટે ઉત્સાહિત છે. અત્યાર સુધીમાં બંને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે જેમાંથી 6 મેચમાં ભારતની ટીમની જીત થઈ છે. જેના કારણે ભારતની ટીમનો અત્યાર સુધી પાકિસ્તાનની ટીમ સામે દબદબો છે. આથી ભારતની ટીમ પણ આજના દિવસે એ દબદબો યથાવત રાખવા માટે પુરો પ્રયાસ કરશે. આ બાજૂ પાકિસ્તાની ટીમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

આ ખેલાડી થયા ફિટ
ESPNcricinfoના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ઈમાદ વસીમ ભારત સામેની મેચ પહેલા જ ફિટ થઈ ગયો છે. તેણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. મેચ પહેલા કોચ ગેરી કર્સ્ટને પાકિસ્તાનની મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે ઇમાદને પાંસળીમાં સમસ્યા હતી, જેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીની છેલ્લી મેચ રમી શક્યો ન હતો. ઇમાદ વસીમ ફિટ થતાં જ પાકિસ્તાની ટીમને રાહત મળશે તેવું ચોક્કસ કહી શકાય. આઝમ ખાનની જગ્યાએ ઇમાદને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે.

પાકિસ્તાની ટીમ
ફખર જમાન, ઉસ્માન ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, અબરાર અહેમદ, બાબર આઝમ (કેપ્ટન), સામ અયુબ, મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન, શાદાબ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ.