December 19, 2024

India-Pakistanની મેચની ટિકિટ તો ઠીક પાર્કિંગ માટે પણ એક લાખ રૂપિયા

India vs Pakistan Match Parking Rate: આવતીકાલની દરેક ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે કાલે પાકિસ્તાન અને ભારતનો મહામુકાબલો થવાનો છે. 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન થવાનું છે. બંને ટીમ આ મેચ માટે એકદમ તૈયાર છે. જો તમે પણ વિચારતા હોવ કે આ મેચને જોવા ન્યૂયોર્ક જવું છે, તો ટિકિટની કિંમત પહેલા અહીંના પાર્કિંગની ટિકિટ જાણી લેવી જરૂરી છે. આવો જાણીએ.

મેચ માટે પાર્કિંગ ફી
આ મેચને લઈને મોટી સંખ્યમાં ભારતીયો પણ ન્યૂયોર્ક જઈ રહ્યા છે. જેના કારણે વાહનોને પાર્ક કરવા માટે પાર્કિંગ એરિયાની પણ એટલી જ જરૂર પડવાની. પરંતુ જેમ જેમ આ મેચની તારીખ નજીક આવતી રહી તેમ તેમ ટિકિટની સાથે તેની એરિયા ફીમાં થોડો વધારો થયો છે. આ મેચ માટે પ્રશંસકોએ 1200 ડોલર (લગભગ 100000 રૂપિયા) ચૂકવવા પડશે. IND vs PAK મેચ માટે પાર્કિંગનો રેટ ભારતીય કિંમત પ્રમાણે લાખોમાં પહોંચી ગયો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનને મોટો ઝટકો, અમેરિકા વિરુદ્ધ પહેલી મેચમાં નહીં રમે આ સ્ટાર ઓલરાઉન્ડર

સૌથી સસ્તી ટિકિટની કિંમત શું છે?
ICCની સત્તાવાર વેબસાઇટ પર આ મેચની ટિકીટની કિંમત ઓછી છે. પરંતુ એમ છતાં સામાન્ય લોકો માટે આ કિંમત ખુબ વધારે કહી શકાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ મેચની ટિકિટની કિંમત $300 થી શરૂ થાય છે. ભારતીય ચલણમાં તેની કિંમત 25 હજાર રૂપિયા હશે. ડાયમંડ ક્લબની ટિકિટ છે તેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 8 લાખ રૂપિયાથી વધુ થાય છે. મહત્વની વાત એ છે કે આટલી કિંમતમાં તો તમે એક કાર પણ ખરીદી કરી શકો છો. આટલી મોંઘી ટિકીટ લેવી મધ્યમ વર્ગને પોસાય નહીં.