December 16, 2024

રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા મેચ હારતા સૌથી શરમજનક લિસ્ટમાં નોંધાઈ ગયું નામ

India vs New Zealand 1st Test: ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હારનો સામનો કર્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિત શર્માએ પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો.

પ્રથમ દાવમાં સદી ફટકારી
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં કુલ 402 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન રચિન રવિન્દ્ર સૌથી મોટો હીરો સાબિત થયો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારતીય ટીમે બીજા દાવમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. સરફરાઝ ખાને જોરદાર સદી ફટકારી અને 150 રનની ઇનિંગ રમી હતી. જોકે કેએલ રાહુલ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

ન્યુઝીલેન્ડ સામે ઘરની ધરતી પર ટેસ્ટ મેચમાં ભારતની હાર

  • 1- 1969માં નાગપુર ટેસ્ટમાં 167 રને હાર
  • 2- 1988માં મુંબઈ ટેસ્ટમાં 136 રને હાર
  • 3- 2024માં બેંગલુરુ ટેસ્ટમાં 8 વિકેટે હાર

રોહિત શર્માનું નામ ખરાબ યાદીમાં જોડાયું
ભારતની ધરતી પર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની આ ત્રીજી જીત છે. આ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડે 36 વર્ષ પહેલા 1988માં ભારતની ધરતી પર ટેસ્ટ મેચ જીતી હતી. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.