January 8, 2025

ચેન્નાઈમાં જીત બાદ તરત જ BCCIએ બીજી ટેસ્ટ માટે કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત

India VS Bangladesh: ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાની જીત થતાની સાથે BCCIએ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ત્યારે ભારતે બાંગ્લાદેશ સામેની 2જી ટેસ્ટ માટે સમાન ટીમ જાળવી રાખી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

પ્રથમ ટેસ્ટ માટે કોઈ ફેરફાર નથી
બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં બીજી અને અંતિમ ટેસ્ટ માટે આ જ ટીમને જાળવી રાખી છે. બીસીસીઆઈએ પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી ટેસ્ટ માટે પણ 16 સભ્યોની ટીમ છે.

ભારતની ટીમ
કેએલ રાહુલ, સરફરાઝ ખાન, પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (રિઝર્વ વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

આ પણ વાંચો: ભારતે બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત નોંધાવી, આવું 92 વર્ષમાં પહેલીવાર બન્યું

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 92 વર્ષથી ટેસ્ટ મેચ રમી રહી છે. 92 વર્ષમાં પ્રથમ વખત ભારતે આવી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાની આ 179મી જીત છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે જેમાં ટીમ ઈન્ડિયાની જીતની સંખ્યા વધારે છે. જ્યારે તેની સામે હારની સંખ્યા ઓછી છે. ટીમ ઈન્ડિયા 92 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહી છે. જેના કારણે આ ટીમ ઈન્ડિયાની શાનદાર અને ઐતિહાસિક જીત છે.