ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં જો ટીમ ઈન્ડિયા જીતશે તો આ નવો રેકોર્ડ બનાવશે

India vs Bangladesh Chennai ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત હવે થોડા જ સમયમાં થવાની છે. બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાવાની છે. આ પછી બીજી મેચ કાનપુરમાં રમાશે. આ પહેલા તમામની નજર પહેલી ટેસ્ટ મેચ પર જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા વિરામ બાદ ફરી મેદાનમાં ઉતરશે. જો ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ મેચ જીતવામાં સફળ થાય છે તો તે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરશે, જે અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતીય ટેસ્ટ મેચમાં કયારે પણ બન્યું નથી. જે હવે થઈ શકે છે. પરંતુ તે માટે ટીમ ભારતની જીત મહત્વની છે.
મજબૂત કરવાનો પ્રયાસ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝની મેચ યોજાશે. જ્યાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલાથી જ નંબર વન પર જોવા મળી રહી છે. ભારત વધુ બે મેચ માં જીતીને લીડને વધારે મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો ટીમ ઈન્ડિયા જીત પ્રાપ્ત કરશે તો આવું પહેલા ક્યારે જોવા મળ્યું નથી તે રેકોર્ડ બની જશે. જો ટીમ ઈન્ડિયા જીત પ્રાપ્ત કરે છે તો ભારતીય ટીમ એવી ટીમ બનશે જે ટેસ્ટમાં હાર કરતાં વધુ જીત નોંધાવે છે. આ પહેલા ક્યારેય એવું નથી બન્યું કે ટીમ ઈન્ડિયાએ હારથી વધુ ટેસ્ટ મેચ જીતી હોય, હાલમાં આ આંકડો સમાન છે.
આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!
પ્રથમ ટેસ્ટ માટેની ભારતની ટીમઃ શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટેઇન), ધ્રુવ જુરેલ (વિકેટેઇન), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા. , અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશ દયાલ.