બે દિવસ સુધી કોઈ મેચ રમાઈ નહીં, છતાં ભારતે મેચ જીતી

India vs Bangladesh 2nd Test: ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ ટીમની સામે શાનદાર જીત પ્રાપ્ત કરી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું પ્રદર્શન જબદરસ્ત જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી સરળતાથી જીત હાંસલ કરી લીધી છે.
બે દિવસ સુધી મેચ રમાઈ ના હતી
પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી વરસાદના કારણે ખાલી 35 ઓવર જ મેચ રમાઈ હતી. આ પછીના દિવસે વરસાદ પડ્યો હતો અને ત્રીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે બંને દિવસે મેચ કેન્સલ કરાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે માત્ર 31 બોલમાં 72 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય
ભારતે એક ખાસ રેકોર્ડ બનાવ્યો
પાંચમા દિવસે પણ બાંગ્લાદેશના બેટ્સમેનોની હાલત ખરાબ જોવા મળી હતી. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 146 રન બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આવું પહેલી વાર થયું કે પ્રથમ 2 દિવસમાં મેચ રમાઈ નહીં અને કોઈ ટીમ જીતી ગઈ હોય.