January 10, 2025

એપ્રિલમાં UPI ટ્રાન્ઝેક્શનમાં થયો 50 ટકા જેટલો ઘટાડો

Technology News: આજના સમયમાં મોટા ભાગના લોકો પેમેન્ટ ઓનલાઈન કરી રહ્યા છે. તે પછી ભલે નાની રકમનું પેમેન્ટ હોય કે મોટી રકમનું. દરેક પૈસાના ટ્રાન્ઝેક્શન હાલમાં ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈનટ પેમેન્ટમાં પણ UPI લોકોમાં લોકપ્રિય બની ગયું છે. ત્યારે હવે UPIને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા મહિનામાં થયો આ ફેરફાર
UPIએ ભારતમાં લોકોની ફેવરિટ ડિજિટલ પેમેન્ટ એપ બની ગઈ છે. પરંતુ એમ છતાં ભારતમાં છેલ્લા મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. NPCI પોતાના ડેટામાં આ માહિતી આપી છે. જેમાં એપ્રિલમાં કુલ UPI ટ્રાન્ઝેક્શનનો ડેટા શેર કર્યો છે. UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે તો 50 ટકાનો વધારો થયો છે. પરંતુ ગયા મહિના સ્કોરમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં કરશો આ કામ, તો તમારું એકાઉન્ટ સીધું જ પ્રતિબંધિત થઈ જશે

આટલા થયા ટ્રાન્ઝેક્શન
NPCI દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ગયા મહિને રૂપિયા 19.64 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જે માર્ચમાં રૂપિયા 19.78 લાખ કરોડ કરતા ઓછા હતા. જો કે, તે વાર્ષિક ધોરણે 40 ટકાની ઝડપે વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની વાત કરવામાં આવે તો કુલ 1,210 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયું હતું. જાન્યુઆરી 2024 મહિનાની વાત કરવામાં આવે તો કુલ 1,220 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયું હતું. 2023માં 11,768 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જેનું વોલ્યુમ 182.84 લાખ કરોડ રૂપિયા હતું. NPCI એ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ માટે એક નવી એન્ટિટી લોન્ચ કરી છે. NPCIની આ નવી એન્ટિટીનું નામ NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) રાખવામાં આવ્યું છે. આ નવી એન્ટિટીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મંજૂરી મળી ગઈ છે. જે લોકો વિદેશમાં મુસાફરી કરે છે તે લોકો UPI દ્વારા દેશોમાં ચુકવણી કરી શકશે.