December 27, 2024

આર્ટ્સના અભ્યાસ માટે આ છે ભારતની ટોચની 6 યુનિવર્સિટી

દિલ્હી: ઉનાળાનું વેકેશન પડી ગયું છે. ત્યારે વિધાર્થીઓ 12મું પછી વિચારતા હોય છે કે તેમને કઈ કોલેજ જવું. ત્યારે અમે તમને આજે આર્ટ્સના અભ્યાસ માટે ભારતની ટોચની 6 યુનિવર્સિટીઓ વિશે જણાવવાના છીએ. આ 6 યુનિવર્સિટીઓએ વિશ્વની શ્રેષ્ઠ 500 આર્ટ યુનિવર્સિટીઓમાં પણ સ્થાન મેળવ્યું છે.

આ યુનિવર્સિટીની માહિતી
જો તમે 12મું પાસ કર્યું હોય અને આર્ટસ અને હ્યુમેનિટીઝના ક્ષેત્રમાં કારકિર્દી બનાવા તમે માંગો છો, તો તમારે આ લિસ્ટ ચોક્કસ જોવી જોઈએ. આ લિસ્ટમાં કેટલીક યુનિવર્સિટી એવી છે કે તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ તમને મદદ મળી રહેશે સારી યુનિવર્સિટી શોધવામાં. અમે જે માહિતી આપી રહ્યા છીએ તે માહિતી આ યાદી QS વર્લ્ડ રેન્કિંગ 2024 પર આધારિત છે. જેમાં આ યુનિવર્સિટીની માહિતી આપવામાં આવી છે.

ગુવાહાટી (IITG)

આર્ટસની વાત કરવામાં આવે છે ત્યારે પણ માત્ર IITનું નામ જ સામે આવે છે. યાદી આ પ્રમાણે છે. QS વર્લ્ડ રેન્કિંગમાં, 4 IITs આર્ટસ અને હ્યુમેનિટીઝ માટે દેશની ટોચની 6 યુનિવર્સિટીઓમાં સામેલ છે. IIT ગુવાહાટી છઠ્ઠા સ્થાને છે. તેનો શૈક્ષણિક પ્રતિષ્ઠા સ્કોર 59 નો છે.

IIT મદ્રાસ (IITM)

દેશની ટોચની 6 આર્ટ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીનું છે. આ યાદીમાં IIT મદ્રાસ વૈશ્વિક રેન્ક પણ 401 થી 450 ની વચ્ચે છે. જો કે, શૈક્ષણિક પ્રતિષ્ઠાના સ્કોરની દ્રષ્ટિએ તે IIT કાનપુરથી ઉપર છે. IIT મદ્રાસ યુનિવર્સિટીનો સ્કોર 61.8 છે.

દિલ્હી યુનિવર્સિટી (DU)

ખાસ કરીને દેશમાં 12મા પછી આર્ટસ અને હ્યુમેનિટીઝનો અભ્યાસ કરવા માટે દિલ્હી યુનિવર્સિટીને લાખો વિદ્યાર્થીઓની પસંદ કરતા હોય છે. જો કે, Quacquarelli Symonds દ્વારા બહાર પાડવામાં આવેલ વિષય મુજબની ટોચની યુનિવર્સિટીઓની યાદીમાં તે વિશ્વભરમાં 210માં ક્રમે છે. તેનો સ્કોર 69.2 છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના કડક પગલાં, કેમ્પસમાં કોઈ ધાર્મિક પ્રવૃતિ નહીં થાય

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી આર્ટસ હ્યુમેનિટીઝ માટે ભારતની ટોચની યુનિવર્સિટીઓની યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે જેએનયુ વિશ્વ રેન્કિંગમાં 244મા સ્થાને છે. તેનો કુલ સ્કોર 67.7 છે. જો કે, શૈક્ષણિક પ્રતિષ્ઠા, આંતરરાષ્ટ્રીય સંશોધન કાર્ય, સંશોધન પેપર પ્રશસ્તિમાં તેનો સ્કોર DU કરતા વધારે છે.

IIT બોમ્બે યુનિવર્સિટી (IITB)

ભારતની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી પણ કળા અભ્યાસના ક્ષેત્રમાં ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. આમાં પણ IIT બોમ્બે ટોપ પર છે. QS રેન્કિંગમાં, IIT બોમ્બે ભારતમાં ત્રીજું અને વિશ્વમાં 261માં ક્રમે છે. તેનો કુલ સ્કોર 67.4 છે.

IIT કાનપુર યુનિવર્સિટી (IITK)

IIT કાનપુર યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ 6 સંસ્થાઓમાં ચોથા ક્રમે છે. વૈશ્વિક સ્તરે તેનો રેન્ક 401 થી 450 ની વચ્ચે છે. IIT કાનપુરનો શૈક્ષણિક પ્રતિષ્ઠા સ્કોર 60.6 છે. એકંદર સ્કોરનો ઉલ્લેખ નથી.