January 23, 2025

IND W vs SA W: ભારત 10 વર્ષ પછી આ ટીમ સામે ટેસ્ટ મેચ રમશે

IND W vs SA W: ભારતીય પુરુષ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ રમી રહી છો. તો બીજી બાજૂ ભારતીય મહિલા ટીમે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમ સફેદ જર્સીમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ 28 જૂનથી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે મેચ રમવાની છે. આ ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખાસ રહેવાની છે.

10 વર્ષ પછી આમને સામને
ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો દસ વર્ષ પછી ટેસ્ટ ફોર્મેટમાં ટકરાશે. ભારતીય મહિલા ટીમ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે એક-એક ટેસ્ટ મેચ રમી હતી. 2014માં ભારતે તેની છેલ્લી ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકા સામે મૈસૂરમાં રમી હતી. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની વાત કરવામાં આવે તો તેણે છેલ્લા બે વર્ષમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે.

ડેબ્યૂ કરવાની તક
તમને જણાવી દઈએ કે મહિલા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ રમવાની ઓછી તક મળે છે. ભારતીય ટીમમાં 5 ખેલાડીઓેને તક મળી શકે છે. જેમાં ઉમા છેત્રી, પ્રિયા પુનિયા, સાયકા ઇશાક, અરુંધતિ રેડ્ડી અને શબનમ શકીલને મેચ રમવાની તક મળી શકે છે. આ તમામની નજર તેમના પ્રદર્શન પર ચોક્કસ રહેશે. ભારતની ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અત્યાર સુધી માત્ર પાંચ ટેસ્ટ જ રમી છે. આ સાથે ભારતીય ટીમમાં અનુભવી ખેલાડીની વાત કરવામાં આવે તો સ્મૃતિ મંધાના અનુભવી ખેલાડી છે. મહત્વની વાત એ છે કે તેણે હરમનપ્રીત કૌર કરતા પણ વધારે મેચ રમી છે.

આ પણ વાંચો: …તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલ મેચ રમશે, આજની મેચમાં વરસાદની 90 ટકા શક્યતા

બંને ટીમોની ટુકડીઓ
ભારત: હશેફાલી વર્મા, શુભા સતીશ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રિચા ઘોષ (વિકેટમેન), રમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, પ્રિયા પુનિયા, ઉમા છેત્રી (વિકેટમેન), સ્નેહ રાણા, સાયકા ઈશાક, રાજેશ્વરી ગાયકવાડ, અરુંધતી રેડ્ડી અને રેણુકા ઠાકુર સિંહ.

દક્ષિણ આફ્રિકા: એની ડેર્કસેન, મીકે ડી રીડર (wk), સિનાલો જાફ્તા (wk), મેરિજાન કેપ્પ, લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), એનેકે બોશ, તાજમીન બ્રિટ્સ, નાદીન ડી ક્લાર્ક, મસાબાતા ક્લાસ, સુને લુસ, એલિસ-મેરી માર્જે, નોનકુલુલેકો મ્લાબા, તુમી સેખુકુને, નોન્ડુમિસો શાંગાસે અને ડેલ્મી ટકર.