T20 વર્લ્ડ કપમાં ભારતને મોટો ફટકો
Indian Women’s Cricket Team: મહિલા T20 વર્લ્ડ કપ વચ્ચે મહિલા ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતીય સ્ટાર ખેલાડીને ICC દ્વારા ઠપકો અપાયો છે. ICCએ આ નિર્ણય ભારત-પાકિસ્તાન મેચ બાદ લીધો છે.
ઠપકો આપવામાં આવ્યો
આ વખતે યુએઈમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરાયું છે. ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપમાં કંઈ ખાસ શરુઆત રહી નહીં. ટીમના પ્રદર્શનને જોઈને અત્યારથી કહેવું મુશ્કેલ છે કે તે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જશે કે નહીં. અરુંધતી રેડ્ડીએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં કંઈક એવું કર્યું કે ICCએ આ નિર્ણય લેવાની ફરજ પડી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલી અરુંધતી રેડ્ડીએ 3 વિકેટ લીધી હતી. આ મેચ દરમિયાન અરુંધતિએ પાકિસ્તાનના ઓલરાઉન્ડર નિદા ડારને આઉટ કરીને અલગ રીતે વિદાય આપી હતી. જે ખૂબ જ આક્રમક હતું. જેના કારણે ICCએ તેની સામે કાર્યવાહી કરી છે.
An India pacer has been reprimanded for breaching the ICC Code of Conduct during their Women's #T20WorldCup contest against Pakistan.https://t.co/ez3kvtjiDR
— ICC (@ICC) October 7, 2024
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત
રેડ્ડીને થયું નુકસાન
અરુંધતીએ ICC આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટ્સમેનને આઉટ કર્યા પછી અપમાનજનક ભાષા અથવા આક્રમક પ્રતિક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દોષ રેડ્ડીએ કબૂલ્યો હતો. ICC ઇન્ટરનેશનલ પેનલના શાન્દ્રે ફ્રિટ્ઝ દ્વારા આપવામાં આવેલી સજા સ્વીકારી લીધી છે. તમને જણાવી દઈએ કે આગામી મેચ શ્રીલંકાની મહિલા ટીમ સામે રમવાની છે. આવતીકાલે આ મેચનું આયોજન થવાનું છે. બંને ટીમ માટે આ મેચ ઘણી ખાસ રહેવાની છે.