December 19, 2024

ભારત આજથી Paris Olympics 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે

Paris Olympics 2024 India’s Schedule On 25th July: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ફૂટબોલ અને રગ્બી સેવન્સની મેચ 24મી જુલાઈના રોજ રમાણી હતી. આજના દિવસે હેન્ડબોલ અને તીરંદાજીની પુરુષો અને મહિલા ઈવેન્ટ્સ યોજાશે. ભારતીય એથ્લેટ્સ પણ એક્શનમાં જોવા મળશે. આવતીકાલે 26 જુલાઈએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સની સત્તાવાર શરૂઆત ઉદઘાટન સમારોહ સાથે કરાશે. આ વખતે ઓલિમ્પિકમાં વિવિધ દેશોના લગભગ 10,500 એથ્લેટ ભાગ લેવાના છે.

રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે
6 તીરંદાજોની ભારતની આખી પેરિસ ઓલિમ્પિક ટુકડી 25 જુલાઈના રોજ એક્શનમાં જોવા મળશે. પેરિસ ઓલિમ્પિક પહેલા આખી તીરંદાજી ટીમ 2012ના લંડન ઓલિમ્પિકમાં પ્રવેશી હતી. ભારતીય તીરંદાજી ટીમ માટે 25 જુલાઈએ યોજાનાર રેન્કિંગ રાઉન્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેરિસ ઓલિમ્પિકમાં તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડની વાત કરવામાં આવે તો ટોચની 4 ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે. આ રેન્કિંગ ઈવેન્ટમાં દીપિકા કુમારી ઉપરાંત ભજન કૌર, અંકિતા ભકત, તરુણદીપ રાય, પ્રવીણ જાધવ અને ધીરજ બોમ્માદેવરાના નામ સામેલ છે.

આ પણ વાંચો: કોણ છે તનુજા કંવર? જેને મહિલા એશિયા કપ 2024માં UAE સામે ડેબ્યૂ કરવાની મળી તક

ભારતની પેરિસ ઓલિમ્પિક્સ 2024 25 જુલાઈના રોજ શેડ્યુલ

મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ – ભારતીય સમય 1pm

પુરુષોનો વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ – ભારતીય સમય 5:45 pm