આજે IND અને SA વચ્ચે ‘ક્રિકેટનું મહાયુદ્ધ’, ભારત પાસે 17 વર્ષ બાદ ચેમ્પિયન બનવાની તક
IND vs SA: આજે ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાનો મુકાબલો થવાનો છે. જેમાં , ટીમ ઇન્ડિયા પાસે 17 વર્ષ બાદ ચેમ્પિયન બનવાની તક છે. વર્ષ 2007ની વિજેતા ભારતીય ટીમ પાસે 17 વર્ષ બાદ ફરી T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડને 68 રને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. આ સાથે ટીમ ઈન્ડિયા એક પણ મેચમાં હાર વગર ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમની આ ત્રીજી T20 વર્લ્ડ કપની ફાઈનલ છે. બીજી બાજૂ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.
વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું
ભારતીય ટીમ છેલ્લા 13 વર્ષથી કોઈપણ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોઈ રહી છે. બીજી બાજૂ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ભારતે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ICC ટાઇટલ જીત્યું નથી. આજની મેચ બંને કેપ્ટન માટે આસાન નહીં હોય.રોહિત માટે પણ આજની મેચ એટલા માટે ખાસ છે કારણ કે ભારતે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી છે, પરંતુ તેમની ટીમ ફાઈનલમાં જીત મેળવી શકી ના હતી. રોહિતને ફરી એક વાર તક મળી છે. બીજી બાજૂ વિરાટ અને રાહુલની આ છેલ્લો T20 વર્લ્ડ કપ પણ હોઈ શકે છે.
આવું પહેલીવાર થશે
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું આ વખતે જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હજુ સુધી આવું બન્યું નથી જ્યારે કોઈ ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હોય અને ટાઈટલ જીત્યું હોય. પરંતુ આ વખતે ટુર્નામેન્ટમાં બંને ટીમો એક પણ વખત હારી નથી. આવી સ્થિતિમાં જે પણ ટીમ ફાઇનલમાં જીત મેળવશે તે ટીમ એક પણ મેચમાં હાર વગર ટાઈટલ જીતશે અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા
બંને ટીમો:
દક્ષિણ આફ્રિકા: ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), એડન માર્કરામ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ,કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબ્રેઈઝ શમ્સી, ઓટ્ટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, બજોર્ન ફોર્ટ્યુન, રેયાન રિકલ્ટન.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા,સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ.