‘HALએ રશિયાને કોઈ ટેક્નોલોજી આપી નથી’, વિદેશ મંત્રાલયે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલને ફગાવી દીધો

India Slams NYT Report: ભારતે આજે ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ રશિયાને શસ્ત્રો સપ્લાય કરતી બ્લેકલિસ્ટેડ એજન્સીને સંવેદનશીલ ટેક્નોલોજી સાધનો વેચ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલને “તથ્યપૂર્ણ રીતે ખોટો અને ભ્રામક” ગણાવ્યો અને કહ્યું કે તે રાજકીય રીતે પ્રેરિત છે. મંત્રાલયે આરોપ લગાવ્યો કે અહેવાલમાં જાણી જોઈને મુદ્દાઓને વિકૃત કરવામાં આવ્યા છે અને ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
We (Ministry of External Affairs) have seen a report published by The New York Times. The said report is factually incorrect and misleading. It has tried to frame issues and distort facts to suit a political narrative. The Indian entity (Hindustan Aeronautics Limited-HAL)…
— ANI (@ANI) March 31, 2025
વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “આ અહેવાલમાં ઉલ્લેખિત ભારતીય કંપનીએ આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક વેપાર નિયંત્રણો અને અંતિમ વપરાશકર્તા પ્રતિબદ્ધતાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે.” મંત્રાલયે મીડિયા હાઉસને કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા યોગ્ય તપાસ કરવા વિનંતી કરી, જે આ કિસ્સામાં કરવામાં આવી નથી.
India Trashes New York Times Report. Sources say that the said "report is factually incorrect and misleading. It has tried to frame issues and distort facts to suit a political narrative.' pic.twitter.com/UsNQ3AzC8k
— Sidhant Sibal (@sidhant) March 31, 2025
શું છે વિવાદ?
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે 28 માર્ચના તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે બ્રિટિશ એરોસ્પેસ ઉત્પાદક એચઆર સ્મિથ ગ્રુપે HAL દ્વારા રશિયાને ટેકનિકલ સાધનો પૂરા પાડ્યા હતા, ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો. તેમાં ટ્રાન્સમીટર, કોકપીટ સાધનો અને અન્ય સંવેદનશીલ ભાગોનો સમાવેશ થતો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિટન અને અમેરિકાએ આ સાધનો રશિયાને ન વેચવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે HAL એ HR સ્મિથ પાસેથી મેળવેલા સાધનો બ્લેકલિસ્ટેડ રશિયન એજન્સી રોસોબોરોનેક્સપોર્ટને મોકલ્યા હતા. ભારતે આ બાબતે સ્પષ્ટતા કરી કે HALનું વ્યવસાય માળખું સંપૂર્ણપણે કાયદેસર અને પારદર્શક છે અને તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતું નથી.