September 19, 2024

પેરિસ ઓલિમ્પિક 2024ના 14મા દિવસે ભારતનું શેડ્યૂલ, અમન પાસેથી મેડલની આશા

India Schedule In Paris Olympics 2024 On 9th August: પેરિસ ઓલિમ્પિકમાં 13 દિવસ પૂરા થઈ ગયા છે. ભારતે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. જેમાં 4 બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. આ વખતે ગયા વર્ષ કરતા વધારે મેડલની આશા હતી પરંતુ મોટા ભાગના ગેમ્સમાં નિરાશા મળી હતી. હોકીમાં ટીમ ઈન્ડિયા બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય નીરજ ચોપરાએ આ વખતે ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 14માં દિવસે ભારતીય એથ્લેટ માત્ર 4 ઈવેન્ટમાં એક્શનમાં જોવા મળશે જેમાં સૌથી વધુ નજર કુસ્તીમાં અમન સેહરાવતની બ્રોન્ઝ મેડલ મેચ પર રહેશે.

આ પણ વાંચો: સિલ્વર જીત્યા બાદ નીરજ ચોપરાના ઘરે ઉજવણી, માતાએ કહી આ વાત

પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે 14મી તારીખનું ભારતનું શેડ્યૂલ

  • ગોલ્ફ મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2 – અદિતિ અશોક અને દીક્ષા ડાગર – 12:30
  • એથ્લેટિક્સ મહિલાઓની 4x400m રિલે હીટ્સ – ભારત તરફથી જ્યોતિકા શ્રી દાંડી, કિરણ પહલ, એમ પૂવમ્મા રાજુ અને વિથ્યા રામરાજ – બપોરે 2:20
  • એથ્લેટિક્સ મેન્સ 4x400m રિલે હીટ્સ – ભારત તરફથી અમોજ જેકબ, રાજેશ રમેશ, સંતોષ કુમાર તમિલરાસન અને મુહમ્મદ અજમલ વારિયાથોડી – બપોરે 2:35
  • પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તી કાંસ્ય ચંદ્રક મેચ – અમન સેહરાવત વિ ડેરિયન ક્રુઝ (પ્યુર્ટો રિકો) – 11:10 PM