Olympics 2024 Medal Tally: એક જ દિવસમાં બે મેડલ જીતીને ભારત આ નંબરે પહોંચ્યું

Olympics 2024 Medal Tally: ઓલિમ્પિક્સ 2024 હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. તમામ દેશના ખેલાડીઓ એકબીજાને હરાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. મેડલ ટેલીમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. હજૂ પણ મેડલ ટેલીમાં ફેરફાર થઈ શકે છે. ગઈકાલે ભારતે બે મેડલ જીત્યા હતા. જેમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ છે. બીજી તરફ પાકિસ્તાન પણ લાંબા સમય બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ચાલો જોઈએ કે હાલમાં મેડલ ટેલીમાં કઈ ટીમ નંબર વન પર છે અને ભારતનીની શું હાલત છે.
ઓલિમ્પિક મેડલ ટેલીમાં યુએસ
આ વખતે ઓલિમ્પિકમાં યુએસએ ટોપ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તેણે આ વખતના ઓલિમ્પિકમાં 103 મેડલ જીત્યા છે. યુએસએ એકમાત્ર દેશ છે જેણે 100 થી વધુ મેડલ જીત્યા છે. યુએસએ પાસે 30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ છે. હજૂ પણ મેડલમાં વધારો થઈ શકે છે. ચીન બીજા સ્થાન પર છે. તેણે અત્યાર સુધીમાં 29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ પણ વાંચો: મેચ પહેલા અંગત દુશ્મનાવટ કાઢવા ઝેર આપ્યું, CCTVમાં કેદ થયો બનાવ
આ સ્થાને પહોંચ્યું
ભારત હવે એક સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને 64માં સ્થાને પહોચ્યું છે. ભારતે આ વર્ષના ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ 5 મેડલ જીત્યા છે. શરૂઆતમાં જ ત્રણ મેડલ આવ્યા હતા અને ગઈ કાલે 2 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે મેડલની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ભારત હવે 5 મેડલ સાથે મેડલ ટેલીમાં 64માં નંબર પર છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં કોઈ મેડલ આવશે કે પછી તેનો અંત અહીં જ આવશે.