India Pakistan War Day 2: પાકિસ્તાનનો જમ્મુથી જેસલમેર સુધી હુમલાનો પ્રયાસ, પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યું

India Pakistan War: છેલ્લા 36 કલાકમાં સરહદ પર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે. પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છે. ગુરુવારે બપોરે 2:34 વાગ્યે ખુલાસો થયો કે, ગભરાટના માહોલમાં પાકિસ્તાને ભારતના 15 શહેરોમાં લશ્કરી અડ્ડાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં પણ ભારે નુકસાન થયું હતું. ભારતે લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. બીજી તરફ, પાકિસ્તાને પણ ઘણા દાવા કર્યા છે. જો કે, સાંજે 5:30 વાગ્યે વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગ યોજી અને પાકિસ્તાનના ઘણા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યા પછી પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી હતી.

જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો પ્રયાસ
ગુરુવારે રાત્રે જમ્મુ એરપોર્ટથી શરૂઆતના સમાચાર આવ્યા હતા. અહીં પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા શરૂ થયા હતા. અચાનક સાયરન વાગવા લાગ્યા અને અંધારપટ છવાઈ ગયો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

જેસલમેરમાં પણ ડ્રોન હુમલો
પાકિસ્તાને રાજસ્થાનના જેસલમેરમાં ડ્રોન હુમલા કર્યા હતા. અહીં પણ વાયુ સંરક્ષણ પ્રણાલીએ બધા ડ્રોનને તોડી પાડ્યા હતા. જેસલમેરમાં સેનાએ ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની પાયલટને પકડી પાડ્યો છે. પાકિસ્તાની પાયલટ ફાઇટર પ્લેન સાથે ભારતીય સરહદમાં ઘૂસી ગયો હતો. જેસલમેર, બાડમેર અને જોધપુરમાં સેના દ્વારા NOTAM જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, NOTAM (Notice to Airmen) એ પાઇલટ્સને સંભવિત જોખમો વિશે ચેતવણી આપવા માટે જાહેર કરાયેલી નોટિસ છે.