December 19, 2024

India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

India vs Pakistan Pitch Report: મહિલા એશિયા કપની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે આજના દિવસે 2 મેચનું આયોજન થવાનું છે. તમને જણાવી દઈએ કે આ વખતે એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. દામ્બુલામાં મહિલા એશિયા કપ 2024માં તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મહિલા ટીમ ગત સિઝનમાં ચેમ્પિયન છે અને તેણે રેકોર્ડ સાત વખત ટૂર્નામેન્ટ જીતી છે. જેના કારણે આ વખતે પણ ટીમ ઈન્ડિયા જીત માટે પ્રયત્ન કરશે. ભારતને પાકિસ્તાન, UAE અને નેપાળની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જેમાં જે ટીમ ટોચ પર હશે તે ટીમ સીધી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

IND-W PAK-W દામ્બુલા પિચ રિપોર્ટ

રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ ટી-20 ક્રિકેટમાં સંતુલિત માનવામાં આવી રહી છે. પિચ સ્પિન બોલરોને માટે વધારે સારું છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 159 છે, જેમાં ટીમોએ દામ્બુલામાં રમાયેલી 6 ટી20 મેચમાંથી ચાર મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આવી સ્થિતિમાં આ મેચમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીથી નારાજ થયા શશિ થરૂર

એશિયા કપ 2024 માટે ભારત અને પાકિસ્તાનની ટીમ

ભારતની મહિલા ટીમઃ જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટમેન), ઉમા છેત્રી (વિકેટકીન), પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન – ટ્રાવેલ રિઝર્વઃ શ્વેતા સેહરાવત, સાયકા ઈશાક, તનુજા કંવર, મેઘના સિંહ

પાકિસ્તાન મહિલા ટીમઃ ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝ, મુનીબા અલી, સિદરા અમીન, નિદા દાર (કેપ્ટન), ઇરમ જાવેદ, સાદિયા ઇકબાલ, આલિયા રિયાઝ, નાઝીહા અલ્વી, સૈયદા અરુબ શાહ, નશરા સુંધુ, તસ્મિયા રૂબાબ, ઓમિમા સોહેલ, તોબા હસન