December 26, 2024

IND v AUS: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે આપી હાર

IND vs AUS: જસપ્રીત બુમરાહની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પર્થ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે 295 રનથી હરાવીને મોટો ઈતિહાસ રચી દીધો છે.

ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હાર આપી
ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે. ઓસ્ટ્રેલિયા 2018થી આ મેદાન પર ટેસ્ટ મેચ રમે છે. તેમાં પ્રથમ વખત હારનો સામનો ઓસ્ટ્રેલિયાની ટીમને કરવો પડ્યો હતો. સતત 4 જીત બાદ તેને અહીં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો, અમેરિકામાં ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનું પ્રદર્શન
2018 – જીત
2019 – જીત
2022 – જીત
2023 – જીત
2024 – હાર