December 23, 2024

બાંગ્લાદેશમાં ‘ઈન્ડિયા આઉટ કેમ્પનિંગ’નું ટાઈ ટાઈ ફિશ

અમદાવાદ: માલદીવની જેમ બાંગ્લાદેશમાં પણ ઈન્ડિયા આઉટના કેમ્પનિંગને વધારવામાં આવી રહ્યું હતું, પરંતુ બાંગ્લાદેશમાં આ કેમ્પનિંગ નિષ્ફળ થતુ દેખાઈ રહ્યું છે. બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી દળ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરી ભારતની વિરૂદ્ધ ઈન્ડિયા આઉટ કેમ્પનિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં બીએનપીના મહાસચિવ આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર ખુબ પ્રચલિત બન્યુ, પરંતુ આ વિરોધ વધારે સમય સુધી ન ચાલ્યો.

જાન્યુઆરીથી વિરોધ શરૂ
17 જાન્યુઆપીના બાંગ્લાદેશમાં બાયકોટ ઈન્ડિયા કેમ્પનિંગની શરૂઆત થઈ. નાના રાજનૈતિક દળોએ તેની શરૂઆત કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ભારતીય વસ્તુઓ અને સેવાઓને બાયકોટની અપીલ કરી. આ સાથે બાંગ્લાદેશમાં બની રહેલી પ્રોડક્ટ ખરીદવાની અને તેને પ્રોત્સાહિત કરવા માટે કહેવામાં આવ્યું.

આ પણ વાંચો: IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ

ભારત પર નિર્ભરતા તેમ છતાં વિરોધ
ભારત અને ચીન પર બાંગ્લાદેશની આયાત નિર્ભર છે. વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર, 2021-22માં બાંગ્લાદેશમાં કુલ આયાત પર 12% ભારતથી હતા, તો હવે 16% સુધી થઈ ગઈ છે. ભારતીય દૂતાવાસ અનુસાર કપાસ અને યાર્ન જેવા ઈંડસ્ટ્રિયલ કાચા માલ ઉપરાંત દરરોજની વસ્તુઓની આયાત પાછળ 3 વર્ષમાં તેજી જોવા મળી છે. ઢાકામાં ચાદનીચક અને ન્યૂ માર્કેટ ભારતીય કપડા માટે પ્રસિદ્ધ છે. વ્યાપારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણી બાદ ભારતીય વસ્તુનુ વેચાણ વધ્યું છે. કેમ્પનિંગના કારણે વેપારીઓ ડરી ગયા હતા.

શાકભાજી પણ ભારતથી આવે છે
શાકભાજી, તેલ, કોસ્મટિક, કપડા, મોબાઈલ અને ગાડીઓ બાંગ્લાદેશમાં ભારતમાંથી જ જાય છે. ભારતથી આવનારી લગ્ઝરી વસ્તુઓ જેમ તે જ્વેલરી અને ફેશનેબલ કપડા પણ લોકો ખરીદે છે. બાંગ્લાદેશમાં કાચો માલ થી લઈને કોટન અને કારીગરોની ખુબ જ ડિમાન્ડ છે.