ભારતે ફરી એકવાર પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો
Indian Team: ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હાર આપી હતી. T20 મેચમાં સંજુ સેમસનનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. હૈદરાબાદના મેદાનમાં જાણે રનનું તોફાન આવ્યું હોય તેવું જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કપ્તાનીમાં જૂનમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો અને તે દરમિયાન ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી.
પાકિસ્તાનને પાછળ છોડી દીધું
વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 21 T20I મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ મેચ જીતવાના મામલે પાકિસ્તાનને પણ પાછળ છોડી દીધું છે. વર્ષ 2021માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 20 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. હજૂ પણ ટીમ ઈન્ડિયા આ વર્ષના T20I મેચ રમશે.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I જીત્યો
29 – યુગાન્ડા (2023)
28 – ભારત (2022)
21 – તાંઝાનિયા (2022)
21 – ભારત (2024)
20 – પાકિસ્તાન (2021)
આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?
સંજુ સેમસને તોફાની સદી
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં તોફાની સદી ફટકારી હતી. સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેની તોફાની સદીના કારણે ટીમ ઈન્ડિયાને આટલી શાનદાર જીત મળી હતી. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળ્યું હતું. તેણે 35 બોલમાં 75 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવાના કારણે બાંગ્લાદેશના બોલરો આ ખેલાડીઓ સામે ટકી શક્યા ન હતા.