December 19, 2024

ઓલિમ્પિકમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડ હોકી મેચ, જાણો બંને ટીમના રેકોર્ડ

IND vs NZ: ઓલિમ્પિક 2024માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હોકી મેચ આજે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ તૈયાર છે. ભારતે હોકીમાં કુલ 8 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે.

મુકાબલો ન્યુઝીલેન્ડની ટીમ સાથે
ભારતીય પુરૂષ હોકી ટીમ ઓલિમ્પિક 2024 માટે સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતની હોકી ટીમ ઓલિમ્પિક ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ભારત માટે તેણે 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. ટીમ ભારત આજથી ઓલિમ્પિક 2024માં તેના અભિયાનની શરૂઆત કરશે. જ્યાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડની ટીમ સાથે થશે. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયામાં પાંચ એવા ખેલાડીઓ છે જે આ વખતે ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરવાના છે. કેપ્ટન ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્ષ 2016માં હરમનપ્રીત સિંહે રિયો ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું હતું.

ટૂર્નામેન્ટની શરૂઆત સારી
ન્યુઝીલેન્ડની વાત કરીએ તો તેઓએ 1976માં માત્ર એક જ વખત ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો છે. ભારત સામે તેનો રેકોર્ડ અત્યાર સુધીમાં કંઈ ખાસ જોવા મળ્યો નથી તો પણ ટીમ ઈન્ડિયા તેને હળવાશથી લેવાની ભૂલ તો નહીં જ કરે. તેનું એક કારણ એ પણ છે કે ટીમ ભારત તેની પહેલી મેચ સારી રીતે જીતવા માંગે છે. જેના કારણે ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ હારનો સામનો ના કરવો પડે.

આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ પર પ્રભુત્વ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 105 હોકી મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. જો કે ઘણા પ્રસંગોએ ન્યુઝીલેન્ડની ટીમે ભારતને ચોંકાવી દીધું છે. આ 105 મેચોમાં ભારતે કુલ 58 મેચ જીતી છે. ટીમો વચ્ચે 17 મેચ પણ ડ્રોમાં સમાપ્ત થઈ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમનું મનોબળ ન્યુઝીલેન્ડ કરતા ઘણું વધારે હશે. ઓલિમ્પિકની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે. જ્યાં ભારતે પાંચ મેચ જીતી છે અને ન્યુઝીલેન્ડે ત્રણ મેચ જીતી છે.