June 28, 2024

મેઘરાજાની Maharashtraમાં એન્ટ્રી, Gujaratના ખેડૂતોને વધામણી માટે ‘થોડા ઔર ઈન્તેઝાર’

Monsoon In India: ગુજરાતના લોકોને હવે થોડા જ સમયમાં ગરમીથી રાહત મળી શકે છે. કારણ કે ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ગયા વર્ષે 25 જૂને દિલ્હીમાં ચોમાસું આવી ગયું હતું. આવો જાણીએ કે હવે કેટલા દિવસની અંદર ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે.

મુંબઈમાં મેઘરાજા આવી ગયા
લોકો ગરમીથી કંટાળી ગયા છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયું છે. IMD એ આ માહિતી શેર કરી છે. દેશના દરેક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. જેના કારણે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયું છે. થોડા જ દિવસમાં ચોમાસું ગુજરાતમાં આવી જશે. ખેડૂતો ચોક્કસ વરસાદની રાહ જોઈ રહ્યા છે. 6 જૂને ચોમાસું મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે. તે જ સમયે, ચોમાસું રત્નાગીરી અને સોલાપુર તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈમાં 9-10 જૂનની આસપાસ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: દિલ્હી-યુપી સહિત 8 રાજ્યોમાં ગરમી યથાવત, ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની શક્યતા

દિલ્હીમાં ચોમાસું ક્યારે આવી શકે છે?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પૂર્વ અને પશ્ચિમ યુપી, પૂર્વ મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ગરમી પડી શકે છે. તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. આ માટે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદ 15 જૂન સુધીમાં આવી શકે છે. ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાવણીની રાહ જોતા ખેડૂતની આતૂરતાનો અંત આવશે. 15 જૂન તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.