December 24, 2024

ભારતની મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ એક જ દિવસે મેદાન પર મળશે જોવા

India Cricket Team: ભારતીયની મહિલા ટીમની T20 વર્લ્ડ કપ 2024 માટે જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમો એક જ દિવસે રમતી જોવા મળશે. જેમાં પુરૂષ ક્રિકેટ ટીમ બાંગ્લાદેશની સામે ટકરાશે તો મહિલા ટીમ પાકિસ્તાનની ટીમ સાથે ટકરાશે. પરંતુ મેચની તારીખ એક જ હશે. હા સમય બંને ટીમનો અલગ હશે. હવે જોવાનું રહ્યું કે બંને મેચ એક જ દિવસે હોવાના કારણે ક્રિકેટ ચાહકો વધુ કઈ મેચ જોશે. જોકે પુરૂષ ક્રિકેટમાં ફેન ફોલોઈંગ વધારે છે. હવે જોવાનું એ રહે છે કે એક જ દિવસે બે મેચ છે ત્યારે કઈ ટીમની મેચ ચાહકો વધુ જોશે. જો કે બધા જાણે છે કે પુરૂષ ક્રિકેટમાં ફેન ફોલોઈંગ વધુ છે.

ભારત અને પાકિસ્તાનની મેચ
મહિલા T20 વર્લ્ડ કપ પણ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થવાની છે. ICC દ્વારા તેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે . અગાઉ T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાવાનો હતો, પરંતુ ત્યાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે ICCએ તેને UAEમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. 4 ઓક્ટોબરથી મહિલા ટીમની મેચ શરૂ થવાની છે. પહેલા દિવસે ભારતે ન્યુઝીલેન્ડનો સામનો થશે. 6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો આમનો સામનો થશે.

આ પણ વાંચો: મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની જાહેરાત

એકસાથે મેદાનમાં ઉતરશે.
મહત્વની વાત એ છે કે 6 ઓક્ટોબર પછી T20 વર્લ્ડ કપ 2024માં મહિલા ટીમની આગામી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા સાથે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ જ દિવસે બીજી T20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે એક જ સમયે મેચ રમાવાની છે. એટલે કે બંને મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની છે. ભારતની મહિલા અને પુરૂષ ટીમો એક જ દિવસે બે વખત મેદાનમાં મેચ રમતી જોવા મળશે. એક દિવસે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે બીજી મેચ છે તેમાં એક સાથે મેચ શરૂ થશે.