News 360
Breaking News

ભારતનો બાંગ્લાદેશને મોટો ઝટકો, BIMSTECમાં PM મોદીએ યુનુસ સાથે મુલાકાત કરવા માટે કર્યો ઈનકાર

Bangladesh: મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી અનુસાર ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજવાનો ઇનકાર કર્યો છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આવતા મહિને 2-4 એપ્રિલના રોજ યોજાનાર BIMSTEC સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે પીએમ મોદી અને યુનુસ બહુપક્ષીય કાર્યક્રમમાં સામસામે હશે. પરંતુ આ સમિટ દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થશે નહીં.

બાંગ્લાદેશે ભારતને મળવા વિનંતી કરી હતી
બાંગ્લાદેશે BIMSTEC સમિટમાં ભારત અને બાંગ્લાદેશના ટોચના નેતાઓ વચ્ચે બેઠક માટે વિનંતી કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને આ વાતની પુષ્ટિ કરી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે, “અમે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવા માટે ભારત સાથે રાજદ્વારી સંપર્ક કર્યો છે.”

આ પણ વાંચો: મોડી રાતે વિસ્ફોટથી હચમચી ઉઠ્યું મધ્ય પૂર્વ, હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયલનો મોટો હુમલો

“ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં પરિસ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોગ્ય નથી. જોકે, આ બહુપક્ષીય કાર્યક્રમમાં એકબીજાને રૂબરૂ મળવાની કે શુભેચ્છા પાઠવવાની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ આ સિવાય કોઈ દ્વિપક્ષીય બેઠકની અપેક્ષા નથી.”