February 22, 2025

IND vs BAN: બાંગ્લાદેશની સામેની મેચમાં ભારતે જીતની સાથે 5 ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા

Champions Trophy 2025: ભારતે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવીને વિજય પ્રારંભ કર્યો છે. મોહમ્મદ શમીએ સારી બોલિંગથી પાંચ વિકેટ ઝડપી, જ્યારે શુભમન ગિલની સદી ભારત માટે જીતનો શ્રેય બની છે. આ એક જ મેચમાં 5 મોટા રેકોર્ડ બન્યા, જેનાથી વિશ્વ ક્રિકેટનો ઇતિહાસ બદલાઈ ગયો છે.

શુભમન ગિલે 101 રનની અણધારી ઇનિંગ સાથે ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેનો શિખર ધવન, વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા. ગિલે 51 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા. તે ઉપરાંત ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો.

મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમી ત્રણેય ખેલાડીઓએ મહત્વના રેકોર્ડ બનાવ્યા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન ફટકારી મોટો રેકોર્ડ બનાવ્યો, તો વિરાટ કોહલીએ 156 કેચ સાથે વનડેમાં ત્રીજા નંબરનો શ્રેષ્ઠ કેચર બનવાનો ખિતાબ મેળવ્યો. બીજી તરફ, મોહમ્મદ શમીએ 200 વનડે વિકેટનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, તે સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ હાંસલ કરનાર બોલર બની ગયો. તેમના પહેલા આ રેકોર્ડ મિશેલ સ્ટાર્કના નામે હતો.