Butter Garlic Naanને મળ્યું ટોપ 10માં સ્થાન, નાન પ્રેમીઓ ખુશખુશાલ
Indian Butter Garlic Naan: લોકપ્રિય ફૂડ અને ટ્રાવેલ ગાઈડ TasteAtlas એ તાજેતરમાં 2023-24 માટે ‘વિશ્વની 100 શ્રેષ્ઠ વાનગીઓ’ની યાદી બહાર પાડી છે. 395,205 ઉચ્ચ રેટિંગ્સ (271,819) ના આધારે, વિશ્વની 100 સૌથી વધુ રેટિંગવાળી વાનગીઓ 10,927 સૂચિમાંથી વિદેશીઓ માટે ભારતીય બ્રેડ ગણાતી ગાર્લિક નાનને ટોપ 10માં સ્થાન મળ્યું છે. નાન પ્રેમીઓ માટે ગર્વની વાત છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાનગીનું બિરુદ પિકાન્હાને મળ્યું છે. જેને બ્રાઝિલિયન બ્રિફકટ માનવામાં આવે છે. જે એક નોનવેજ ડિશ છે. જે તેના સ્વાદ અને ફ્લેવર માટે જાણીતી છે. આ માંસને પહેલા શેકવામાં આવે છે અને પછી સ્કીવર્સ પર કાપવામાં આવે છે.
સાતમા સ્થાને છે ભારતીય બ્રેડ
ભારતનું બટર ગાર્લિક નાન આ યાદીમાં 7મા સ્થાને છે. બટર ગાર્લિક નાન એ શુદ્ધ ઘઉંના લોટનો અને મેંદાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખાસ કરીને પંજાબી ફૂડ સાથે આને રોટલી તરીકે ખાવામાં આવે છે. નાનને ગરમ તંદૂર પકાવવાની નાની ભઠ્ઠીમાં રાંધવામાં આવે છે. પછી એના પર માખણ કે ઘી લગાવીને ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ એના પર ચીઝ, પનીર કે લસણ નાંખવામાં પણ આવે છે. બટર ગાર્લિક નાન, દાલ મખની, મલાઈ કોફ્તા તથા શાહી પનીર જેવી વાનગી સાથે તે પીરવામાં આવે એટલે નોર્થ ઈન્ડિયન સહિત દરેક પંજાબી ફૂડ લવર્સને મોજ આવી જાય છે.
આ પણ વાંચો: Rajasthanની આ વાનગીઓ કરો ટેસ્ટ, જીભની સાથે મનમાં પણ બેસી જશે સ્વાદ
જાણી લો આ યાદી
મુર્ગ મખાની, ટિક્કા, તંદુરી જેવા ભારતીય વ્યજંનોને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે પિકાન્હા – બ્રાઝિલિયન બીફ કટ (બ્રાઝિલ), રોટી કનાઈ – ફ્લેટબ્રેડ (મલેશિયા), ફેટ કાફ્રાઓ – સ્ટિર ફ્રાય (થાઇલેન્ડ), પિઝા નેપોલેટાના – પિઝા (ઇટાલી), ગુઓટી – ડમ્પલિંગ (ચીન), ખાઓ સોઇ – નૂડલ ડીશ (થાઇલેન્ડ), બટર લસણ નાન – ફ્લેટબ્રેડ (ભારત), તાંગબાઓ – ડમ્પલિંગ (ચીન), શશલિક – માંસની વાનગી (રશિયા), ફાનેંગ કરી – સ્ટયૂ (થાઇલેન્ડ)નો યાદીમાં સમાવેશ થાય છે.