October 7, 2024

ભારતે પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો

India vs Bangladesh 1st T20: બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું જોવા મળ્યું હતું. બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ માત્ર 127 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે આ લક્ષ્યનો ખૂબ જ સરળતાથી પાર પાડ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી, સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી લીડ લેવામાં સફળ રહી હતી.

T20I ક્રિકેટમાં સૌથી વધુ ડેબ્યુ કરનારી ટીમોની યાદી
ભારતીય ટીમઃ 117
દક્ષિણ આફ્રિકા- 107
પાકિસ્તાન-116
ઓસ્ટ્રેલિયા- 111
શ્રીલંકા- 108
ઇંગ્લેન્ડ- 104
ન્યુઝીલેન્ડ- 103

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

ભારત તરફથી ડેબ્યૂ કર્યું
બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યાએ ઉભરતા IPL બોલર મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને ડેબ્યૂ કર્યું હતું. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીઓની સૌથી વધુ સંખ્યા મેળવવામાં ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાનનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 116 ખેલાડીઓ રમી ચૂક્યા છે.