October 18, 2024

ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ફરી ટક્કર, ક્યાં અને કેવી રીતે જોવી મેચ

IND vs PAK: ભારત પાકિસ્તાનના મુકાબલાની તમામ લોકો રાહ જોતા હોય છે. ક્રિકેટ ચાહકોમાં આ મેચને જોવા માટે આતુરતા હોય છે. ઇમર્જિંગ ટીમ એશિયા કપ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી ઓમાનમાં શરૂ થવાનો છે. જેની તમામ મેચ અલ અમેરાતમાં રમાવાની છે. ઓમાનના અલ અમેરાતમાં 19 ઓક્ટોબરે ઇમર્જિંગ એશિયા કપ T20માં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાવાની છે.

ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે
ઓમાનના અલ અમેરાતમાં 19 ઓક્ટોબરના રોજ ઇમર્જિંગ એશિયા કપ T20માં ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ઓમાનના અલ અમેરાતમાં રમાઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની A ટીમો ઉપરાંત અફઘાનિસ્તાન, હોંગકોંગ, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને UAEની ટીમો પણ ભાગ લઈ રહી છે. ભારતીય ટીમનું સ્થાન ગ્રુપ Aમાં આપવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સાંજના 7 વાગ્યાથી શરૂ થશે. યુવા ખેલાડી તિલક વર્મા ટીમની કમાન સંભાળશે. મોહમ્મદ પાકિસ્તાની ટીમની કમાન સંભાળી રહ્યો છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?
ઇમર્જિંગ એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન A ટીમ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર તમે અમારી વેબસાઈટ https://newscapital.com/ પર લાઈવ જોઈ શકો છો.

ભારત અને પાકિસ્તાનની ટીમ

ભારત – નિશાંત સિંધુ, અનુજ રાવત, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, નેહલ વાઢેરા, અંશુલ કંબોજ, હૃતિક શૌકીન, આકિબ ખાન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચહર.

પાકિસ્તાન – અહેમદ દાનિયાલ, શાહનવાઝ દહાની, મોહમ્મદ ઈમરાન, હસીબુલ્લાહ ખાન, મોહમ્મદ હરિસ (કેપ્ટન), અબ્બાસ આફ્રિદી, કાસિમ અકરમ, યાસિર ખાન, જમાન ખાન, અરાફાત મિન્હાસ, સુફિયાન મોકિમ, મેહરાન મુમતાઝ, અબ્દુલ સમદ, ઓમેર યુસુફ.