December 23, 2024

IND vs ZIM: ટીમ ઈન્ડિયાને મળ્યો Ravindra Jadejaનો વિકલ્પ

IND vs ZIM: ICC T20 વર્લ્ડ કપ 2024 પૂર્ણ થતાની સાથે 3 ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી લીધી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ટીમ ભારતમાં ઘણા એવા ખેલાડીઓ છે તે તેમનો વિકલ્પ બની શકે તેમ છે. પરંતુ રવિન્દ્ર જાડેજાના સ્થાનને લઈને એક પ્રશ્ન હતો કે ટીમમાં તેનું સ્થાન કોણ લઈ શકશે.

બેટિંગ કરવાની વધુ તક મળી
ટીમ ઇન્ડિયાના 3 ખેલાડીઓએ વિરાટ કોહલી અને રોહિત અને રવિન્દ્ર જાડેજાએ ICC T20 વર્લ્ડ કપ 2024 પૂર્ણ થતાની સાથે સંન્યાસની જાહેરાત કરી લીધી છે. વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં ત્રણ મોટી વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20I પછી કહ્યું હતું કે ભારતની T20 ટીમમાં સ્પિન ઓલરાઉન્ડરના સ્થાન માટે દાવો કરવા માટે તેણે પોતાનું 100 ટકા આપવું પડશે.

આ પણ વાંચો: BCCIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય

નિવૃત્તિ લીધી
રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ આ જગ્યા ખાલી પડી છે. ભારતની તાજેતરની T20 વર્લ્ડ કપ જીત બાદ જાડેજાએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે કહ્યું, “મારે જે સારું છે અને હું શું કરી શકું છું તેમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે. મારે 100 ટકા આપવું પડશે. વોશિંગ્ટને બુધવારે ત્રીજી T20 બાદ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મેં આ અંગે કોઈ સમજૂતી કરી નથી.