January 23, 2025

IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવીને ટીમ ઈન્ડિયાએ બનાવ્યો અનોખો રેકોર્ડ

India vs Zimbabwe T20i: ટીમ ઈન્ડિયા હાલમાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ભલે પહેલી મેચ હારી ગઈ હતી. પરંતુ બીજી 2 મેચમાં ભવ્ય જીત મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આવું આ પહેલા કોઈ કરી શક્યું નથી. આ રેકોર્ડમાં પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને છે.

જીતનારી પ્રથમ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ T20 ઈન્ટરનેશનલમાં પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 150 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. પહેલેથી ટીમ ઈન્ડિયા નંબર 1 પર હતી. હવે તો નવા માઈલસ્ટોન પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી 142 T20 ઈન્ટરનેશનલ મેચ જીતીને બીજા નંબર પર છે. જોકે જે મેચ રમાયેલી છે તેમાં ભારતે પાકિસ્તાન કરતા ઓછી મેચ રમી છે.

આ પણ વાંચો: BCCIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય

પાકિસ્તાને ભારત કરતાં વધુ મેચ રમી
પાકિસ્તાન અત્યાર સુધીમાં 142 T20 ઈન્ટરનેશનલ મેચ જીતી ચૂક્યું છે. આટલી મેચ જીતવા માટે પાકિસ્તાને 245 મેચ રમી હતી જેમાં ને 92માં હારનો સામનો કરવો પડ્યો છે. 7 મેચ એવી હતી કે જેનું કોઈ પરિણામ જ આવ્યું ના હતું. 4 મેચ એવી હતી કે ટાઈમાં સમાપ્ત થઈ હતી.