વોશિંગ્ટને કરી બતાવ્યું તે કોઈ ભારતીય ખેલાડી કરી શક્યો નથી!
IND vs ZIM: શુભમન ગિલની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 શ્રેણી 4-1થી જીતવામાં સફળ રહી હતી. આ શ્રેણીમાં, વોશિંગ્ટન સુંદર, તેના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની બેટિંગ અને બોલિંગ શાનદાર રહી હતી.
પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 સિરીઝની છેલ્લી મેચ 42 રને જીતીને સિરીઝ 4-1થી જીતવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ એક યુવા ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેની કમાન શુભમન ગીલને સોંપવામાં આવી છે. એવા કેટલાય ખેલાડીઓ છે જેઓ જેઓ છેલ્લા 4-5 વર્ષથી ટીમનો હિસ્સો છે. મેન ઓફ ધ મેચ કરતાં વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનાર વોશિંગ્ટન ચોથો ખેલાડી છે.
આ પણ વાંચો: Shubman Gillએ રોહિત શર્માને પહેલી જ સિરિઝમાં પાછળ છોડી દીધો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ પુરસ્કારો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ પુરસ્કારો કરતાં વધુ પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ જીતનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો રીઝા હેન્ડ્રીક્સ (દક્ષિણ આફ્રિકા) – 1 મેન ઓફ ધ મેચ એવોર્ડ, 3 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ, ટિમ સેફર્ટ (ન્યુઝીલેન્ડ) – 2 મેન ઓફ ધ મેચ એવોર્ડ, 3 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ, એલેક્સ કુસાક (આયર) – 1 મેન ઓફ ધ મેચ એવોર્ડ, 2 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ, વોશિંગ્ટન સુંદર (ભારત) – 1 મેન ઓફ ધ મેચ એવોર્ડ, 2 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ આપવામાં આવ્યા છે.