December 24, 2024

IND vs ZIM 3rd T20I: હરારેમાં રનનો ઢગલો થશે કે વિકેટોની લાઈન લાગશે? જાણો

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે છે. આ મેચનું આયોજન હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. બંને ટીમે 1-1 મેચ જીતી લીધી છે. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 100 રનથી વાપસી કરી હતી. આગામી મેચ કાલે છે ત્યારે ક્રિકેટ ચાહકોની નજર અહિંયાની પીચ પર છે. મહત્વની વાત એ છે કે આ પીચ પર બેટ્સમેનો માટે ઝડપી રન બનાવવાનું સરળ કામ નથી.

પ્રથમ બેટિંગ કરનારની જીત
આ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી 2 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો હતો. જેના કારણે જે ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. પહેલી મેચમાં ભારતીય ટીમ માટે ખુબ મુશ્કેલ જણાઈ રહ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર બનાવ્યો હતો. પહેલી 2 મેચ દરમિયાને એ નોટ થયું કે શરૂઆતની ઓવરોમાં તેની વિકેટ ન ગુમાવે, તો તેના પછી રન બનાવવું ખૂબ જ સરળ કાર્ય બની જાય છે. અત્યાર સુધીમાં આ મેદાનમાં 43 મેચ રમાઈ છે. જેમાંથી પહેલા બેટિંગ કરનાર ટીમ 25 વખત જીતી શકી છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમ માત્ર 18 વખત જીતી છે.

આ પણ વાંચો: જુઓ Virat Kohliનું નવું ઘર, શાનદાર ઈન્ટિરિયર જોઈને સ્તબ્ધ થઈ જશો

મેચ દરમિયાન હવામાન આવું રહેશે
જો હરારેમાં રમાનારી આ સીરીઝની ત્રીજી T20 મેચના હવામાનની વાત કરીએ તો આ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યે શરૂ થવાની છે. Accuweatherના રિપોર્ટ અનુસાર મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહી શકે છે. હવામાન વિભાગે સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે.