IND vs ZIM 2nd T20I: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે મેચ, જાણો કેવી રીતે જોશો લાઈવ મેચ
IND vs ZIM 2nd T20I: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. જેમાં 13 રનથી ટીમ ભારતને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી 3 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. ટીમ ઈન્ડિયા આજની મેચમાં જીત માટે પુરો પ્રયત્ન કરશે. આ શ્રેણી માટે યુવા ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે. જેમાં રોહિત અને વિરાટ નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયા હવે એક નવી દિશા તરફ આગળ વધી રહી છે. જેના કારણે ગિલ ઉપર મોટી અને ખાસ જવાબદારી રહેશે. આઈપીએલ 2024માં ગુજરાતની ટીમની કમાન ગિલને સોંપવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયા યુવાનો પર છે નિર્ભર
T20 વર્લ્ડ કપમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે BCCIએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે એવા ખેલાડીઓને પસંદ કર્યા છે કે જે ખેલાડીઓએ આઈપીએલ 2024માં ખાસ પ્રદર્શન કર્યું છે. રેયાન પરાગ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓના નામ સામેલ છે. જેણે પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અમે તમને જણાવીશું કે આ શ્રેણીની બીજી મેચ ક્યાં જોઈ શકો છો અને તેનાથી સંબંધિત તમામ માહિતી.
આ પણ વાંચો: BCCI સેક્રેટરી Jay Shahએ ફરી કરી મોટી ભવિષ્યવાણી
બીજી T20 મેચ સંબંધિત તમામ માહિતી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ 7 જુલાઈ આજના દિવસે રમાશે. આ મેચ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. આ મેચને તમે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ જોઈ શકો છો. આ સાથે તમે SonyLIV એપ્લિકેશન અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે તમે અમારી વેબસાઈડ https://newscapital.com/ પર મેચને લઈને તમામ વિગતો જોઈ શકો છો.
બંને ટીમોના ખેલાડીઓ
પ્રથમ અને બીજી T20 માટે ટીમ ઈન્ડિયાઃ રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટ કીપર), હર્ષિત રાણા.
ઝિમ્બાબ્વેઃ ચતારા ટેન્ડાઈ, જોંગવે લ્યુક, કાઈઆ ઈનોસન્ટ, મેડેન્ડે ક્લાઈવ, મધેવેરે વેસ્લી,એલેક્ઝાન્ડર રઝા (કેપ્ટન), અકરમ ફરાઝ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, મારુમણી તદિવનાશે, મસાકાડઝા વેલિંગ્ટન, માવુથા બ્રાન્ડન, મુઝારાબાની આશીર્વાદ, માયક, નૌકા, માયક, ડે. નાગરવા રિચાર્ડ, શુમ્બા મિલ્ટન.