IND vs SL: ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી કેમ પહેરી?
India vs Sri Lanka BlackBand: હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ મેચની પ્રથમ મેચ કોલંબોમાં રમાઈ રહી છે. શ્રીલંકાના નવા કેપ્ટન ચારિથ અસલંકાએ આજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન ખાસ વાત એ હતી કે ભારતીય ખેલાડીઓ જ્યારે હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ્યા હતા. જેને જોઈને તમામ ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા. આખરે એવું શું છે કે જેના કારણે ટીમ ઈન્ડિયાને આ બ્લેક બેન્ડ બાંધવો પડ્યો હતો? આવો જાણીએ.
મૃત્યુને કારણે લેવાયો નિર્ણય
કોલંબોમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી બાંધી હતી. જેનું કારણ એ છે કે તાજેતરમાં જ ભારતના મહાન ક્રિકેટ ખેલાડીઓમાંના એક અને ભૂતપૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. એટલા માટે ભારતીય ટીમે શોક વ્યક્ત કરવા માટે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે અંશુમન ગાયકવાડ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમને બ્લડ કેન્સર હતું, જેના માટે તેઓ લંડનમાં સારવાર લઈ રહ્યા હતા. બીસીસીઆઈએ ગાયકવાડના પરિવારને તેની સારવાર માટે 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.
Captain Charith Asalanka wins the toss and elects to bat first in the first ODI! Let's get those runs on the board, Sri Lanka! 🇱🇰🏏 #SLvIND pic.twitter.com/o2ma9ZEJzU
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 2, 2024
આ પણ વાંચો: ટીવી-મોબાઈલ પર IND vs SL 1લી ODI મેચ કેવી રીતે લાઈવ જોવી?
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: ચરિથ અસલંકા (કેપ્ટન), જેનિત લિયાનાગે, દુનિત વેલાલાગે, વાનિન્દુ હસરાંગા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, મહિષ તિક્ષાના, મોહમ્મદ શીરાજ, અસિતા ફર્નાન્ડો.
ભારતની પ્લેઈંગ ઈલેવન: શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી,અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.