December 28, 2024

ટીમ ઈન્ડિયા પહોંચી શ્રીલંકા, જાણો સમગ્ર ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI શ્રેણીનું આયોજન થવાનું છે. આ શ્રેણી શ્રીલંકામાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી ગઈ છે. હાલમાં ટી20 સિરીઝ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓ શ્રીલંકા પહોંચી ગયા છે. બંને ટીમો વચ્ચે કુલ ત્રણ T20 મેચ રમાવાની છે. ભારતે તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાની આ બીજી સિરીઝ હશે.

ઘણા મોટા ફેરફાર
BCCI દ્વારા શ્રીલંકા સામે પસંદ કરાયેલી T20 ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ બાદ સવાલ એ થઈ રહ્યો હતો કે ટીમના નવા કપ્તાન કોણ હશે. ચર્ચાઓ એવી થઈ રહી હતી કે હાર્દિકને બનાવવામાં આવશે પરંતુ બીસીસીઆઈએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને ભારતનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

તસવીરો સામે આવી છે
ભારતીય ટીમ ગઈ કાલે મુંબઈથી શ્રીલંકા માટે ઉડાન ભરી હતી. ટીમ ઈન્ડિયા 2 કલાકમાં શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી હતી. બંને ટીમ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ અહીં રમાશે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના નવા હેડ ગૌતમ પણ પહોંચી ગયા છે. ગૌતમ માટે પણ કોચ તરીકે આ પહેલી શ્રેણી છે. BCCIએ તેના સોશિયલ મીડિયા પર મુંબઈથી પલ્લેકલે પહોંચવાનો વીડિયો શેર કર્યો છે.

ભારત vs શ્રીલંકા T20 શ્રેણી
પ્રથમ T20 મેચ – 27 જુલાઈ (પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ)
બીજી T20 મેચ – 28 જુલાઈ (પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ)
ત્રીજી T20 મેચ – 30 જુલાઇ (પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ)

ભારત vs શ્રીલંકા ODI શ્રેણી
1લી ODI – 02 ઓગસ્ટ (R. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)
2જી ODI – 04 ઓગસ્ટ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)
ત્રીજી ODI – 07 ઓગસ્ટ (R. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)

આ પણ વાંચો: Olympics 2024 પહેલાં ભારતીય દોડવીરની જાહેરાત, આ ટુર્નામેન્ટ બાદ લેશે નિવૃત્તિ

T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ

T20 ટીમઃ યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ

ODI ટીમઃ વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.