September 20, 2024

IND Vs SL: ટીમ ઈન્ડિયાને શ્રીલંકા પ્રવાસ પહેલા નવા બોલિંગ કોચ મળ્યા

Indian Team Tour Of Sri Lanka: શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમને ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. T20 ટીમની કમાન સૂર્યકુમારને સોંપવામાં આવી છે. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે નવા બોલિંગ કોચની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં જોડાઈ શકે છે.

બોલિંગ કોચ તરીકે નિયુક્ત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા સાઈરાજ બહુતુલેને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકેની નામની જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે બહુતુલે ટૂંક સમયમાં ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળના કોચિંગ સ્ટાફમાં જોડાશે. તમને જણાવી દઈએ કે તેઓ IPLમાં રાજસ્થાન રોયલ્સના કોચ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: કોણ છે તનુજા કંવર? જેને મહિલા એશિયા કપ 2024માં UAE સામે ડેબ્યૂ કરવાની મળી તક

શ્રીલંકા સામે ભારતીય ટીમ:
T20 ટીમઃસંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર).

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર).