December 23, 2024

IND vs SA: ભારત ખિતાબ જીતવાથી એક પગલું દૂર, જુઓ બંનેની સંભવિત પ્લેઇંગ-11

IND vs SA Playing 11 Prediction: આજે IND vs SAનો મહામુકાબલો છે. બંને ટીમ અત્યાર સુધીમાં છ વખત આમને સામને આવી છે જેમાં ભારતે ચાર વખત મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકાએ બે મેચ જીતી છે. આજની મેચ બાર્બાડોસમાં રમાવાની છે. આ વખતની મેચમાં બંને ટીમ એક પણ મેચમાં હાર્યા વગર ફાઈનલમાં પહોંચી છે.

આજે મહામુકાબલો
T20 વર્લ્ડ કપ 2024ની આજે ફાઈનલ મેચ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ શનિવારે કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાશે. T20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો દબદબો જોવા મળ્યો છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 14 અને 11માં જીત મેળવી છે. આ મેચમાં રોહિત અને વિરાટનું પ્રદર્શન ખાસ જોવા મળી શકે છે.

કપાઈ શકે છે શિવમ દુબેનું પત્તું!
ટાઇટલ મેચમાં શિવમ દુબેનું પત્તું કપાઈ શકે છે. કેપ્ટન તેને ભારતના પ્લેઇંગ 11માંથી બહારનો રસ્તો બતાવી શકે છે. આ સિઝનમાં અત્યાર સુધીની એક પણ મેચમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી. જેમાં બોલરોની ખાસ ભૂમિકા જોવા મળી છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલનું સારૂં પ્રદર્શન જોવા મળ્યું છે. રવિન્દ્ર જાડેજા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રિષભ પંત ત્રીજા નંબર પર મજબૂત મિડલ ઓર્ડર પર બેટિંગ કરવા ઉતરશે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર ઉતરશે. પંત બાદ સૂર્યાએ 47 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને ભારતના સ્કોરને 150થી આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવશે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા પણ તેની ચાર ઓવરની બોલિંગ કરતો જોવા મળશે.

આ પણ વાંચો: T20 World Cup 2024 Semi Final: ભારત ફાઇનલમાં પહોંચ્યું; ઇંગ્લેન્ડ પહેલીવાર સેમિફાઇનલ હાર્યું

ફાઇનલ મેચ માટે બંને ટીમમાંથી સંભવિત 11 રમી શકે છે
ભારતઃ શિવમ દુબે/સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ,કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા: ક્વિહેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ,ન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબરાઈઝ શમ્સી.