December 23, 2024

IND vs SA Final: રિઝર્વ ડેના દિવસે વરસાદનું સંકટ, મેચ રદ થાય તો કોણ વર્લ્ડ કપ જીતશે?

India vs South Africa Final: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂને રમાવાની છે. આ મેચમાં વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ફાઇનલ મેચ રદ થાય છે તો કોણ વિજેતા બનશે. આવો જાણીએ નિયમો.

મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમે ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 29 જૂને બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે IST રાત્રે 8:00 વાગ્યે દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ ટકરાશે. જોકે બંને ટીમનું આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે. બંને ટીમ એક પણ મેચ હારી નથી. આ વચ્ચે ફાઈનલ મેચમાં વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.

આ પણ વાંચો: સેમિફાઇનલમાં જીત મેળવતાં જ કેપ્ટન રોહિતનો વીડિયો વાયરલ

વરસાદ મજા બગાડશે
AccuWeatherમાં આપેલ માહિતી પ્રમાણે 29 જૂને દિવસ બાર્બાડોસમાં વરસાદની સંભાવના 78% સુધી છે. આ સાથે જોરદાર પવન સાથે વાદળછાયું વાતાવરણની સંભાવના છે. આ સમયે સંભાવના 87 ટકા છે. 30 જૂને વરસાદની સંભાવના 61 ટકા અને રાત્રે 49 ટકા સુધી છે. જેના કારણે જે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે તે દિવસે પણ વરસાદની સંભાવના છે. જેના કારણે મેચ દરમિયાન વરસાદની પુરી સંભાવનાઓ છે.

બંને ટીમો વિજેતા
આઈસીસીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ માટે 30 જૂનને રિઝર્વ ડે રાખ્યો છે. સૌથી પહેલા 29 જૂને મેચ રમાશે. જો તે દિવસે વરસાદ પડશે તો 30 જૂને મેચનું આયોજન કરવામાં આવશે. જો તે દિવસે પણ મેચ નહીં રમાય તો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું છે. આ સિઝનમાં ટીમ ઈન્ડિયા સતત 7 મેચમાં જીત મેળવી છે.