IND vs SA ફાઇનલ મેચ પહેલા રાહુલ દ્રવિડે આપ્યું નિવેદન
IND vs SA Final: T20 વર્લ્ડ કપ 2024 ની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો આજે મહામુકાબલો બાર્બાડોસના મેદાન પર રમાશે. બંને ટીમની ખાસ વાત એ છે કે બંને ટીમ એક પણ મેચ હારી નથી. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચા પીચોને લઈને જોવા મળી રહી છે. ભારતીય ટીમના મુખ્ય કોચે મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી હતી.
કેવા પ્રકારની વિકેટ મળશે
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ફાઈનલ મેચ પહેલા પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં એક વાત કહી છે. જેમાં તેમણે કહ્યું કે અમે ન્યૂયોર્કમાં અલગ રીતે રમ્યા અને પછી અમે સેન્ટ લુસિયામાં રમ્યા અને પછી અમે બાર્બાડોસમાં રમ્યા જેમાં તે મેચમાં વિકેટ થોડી ધીમી હતી. વધુમાં કહ્યું કે ફાઈનલ મેચમાં અમને કેવા પ્રકારની વિકેટ મળશે તે અંગે અમે હજુ કંઈ કહી શકીએ તેમ નથી. હા, હું ચોક્કસપણે પ્રયત્ન કરીશું કે અમને ગમે તે પ્રકારની સ્થિતિ મળશે, અમે છેલ્લી ત્રણ મેચમાં જે રીતે કર્યું છે તે પ્રમાણે કરીશું.
આ પણ વાંચો: IND vs SA: ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન?
થોડી અલગ હોઈ શકે છે
રાહુલ દ્રવિડે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે અમે અહીં પહેલા મેચ રમી છે. જેના કારણે અમને અહિંયાની પરિસ્થિતિઓને સમજવામાં અમને ચોક્કસપણે થોડી મદદ મળી રહેશે. અમે એક ટીમ તરીકે ઘણું સારું રમ્યા છીએ અને દરેક મેચમાં સમજી ગયા છીએ કે સારો સ્કોર શું હોઈ શકે.