February 23, 2025

IND vs PAK: દુબઈના મેદાન પર ટોસ જીતવો કેમ મહત્વપૂર્ણ છે?

IND vs PAK: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનનો મુકાબલો છે. જેમાં ટોસની ભૂમિકા મહત્વની સાબિત થવાની છે. કારણ કે આ સ્ટેડિયમની પીચ પર બેટ્સમેન માટે રન બનાવવા ખૂબ જ મુશ્કેલ છે. આવો જાણીએ આ સ્ટેડિયમના છેલ્લા 10 મેચના રેકોર્ડ વિશે.

મેચમાં ટોસની ભૂમિકા ખાસ
પાકિસ્તાન અને ભારતની આજે મેચ છે. આ મેચની ક્રિકેટ ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા હતા. આખરે આ દિવસ આવી ગયો છે. આજના દિવસે આ મહામુકાબલો થવાનો છે. આ મેચ દરમિયાન ખાસ ટોસની ભૂમિકા રહેવાની છે. પાકિસ્તાની ટીમનો આ મેદાનમાં રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે તો બીજી બાજૂ ટીમ ઈન્ડિયાનો પણ રેકોર્ડ આ મેદાનમાં સારો રહ્યો છે. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં તેનો ઉત્સાહ વધારે ખાસ જોવા મળી રહ્યો છે. છેલ્લી 10 મેચના રેકોર્ડની વાત કરવામાં આવે તો જે ટીમે પહેલા બેટિંગ કરી છે તેને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: IND vs PAK: પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે?

બોલિંગ કરવાનો નિર્ણય બેસ્ટ
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 10 મેચના રેકોર્ડની વાત કરવામાં આવે તો જે ટીમ લક્ષ્યનો પીછો કરે છે તે ટીમે 7 મેટ જીતી છે જે ટીમે પહેલા બેટિંગ કરી છે તે ટીમે 3 મેચમાં જીતી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચમાં ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતીય ટીમે છેલ્લે આ ફોર્મેટમાં ટોસ 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપના સેમિફાઇનલ મેચમાં જીત્યો હતો, ત્યારથી ટીમ ઇન્ડિયા 11 ODI રમી છે.