December 19, 2024

Ind vs Pak મેચની ‘બ્લેક’ ટિકિટની કિંમતમાં તો Ahmedabadમાં લગ્ઝુરિયસ ફ્લેટ આવી જાય!

IND vs PAK Ticket Price: આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનું યુદ્ધ થવાનું છે. ત્યારે આ મેચને જોવા માટે ક્રિકેટ ચાહકો ક્રેઝી થઈ ગયા છે. કારણ કે આ મેચની ટિકિટોની માંગ ઘણી વધારે છે. જેના કારણે ટિકિટનું બ્લેક માર્કેટિંગ પણ વધી ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મેચની ટિકિટ રિસેલ વેબસાઈટ પર 1.5 કરોડ રૂપિયા સુધી વેચાઈ રહી છે. ત્યાં જ સોશિયલ મીડિયામાં કેટલાક યૂઝર્સ એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, આટલી કિંમતમાં તો શહેરમાં 3bhkનો લગ્ઝુરિયસ ફ્લેટ ખરીદી શકાય.

આ માંગ કરી રહ્યા છે
નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ભારતની મેચ છે. આ મેચની ટિકિટ રિસેલ માર્કેટમાં $175,400 એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયામાં વેચાઈ રહી છે. જોકે જરૂરી નથી કે દરેક ટિકિટ આજ ભાવે વેચાય. પરંતુ ટિકિટ વેચનારા આ માંગ કરી રહ્યા છે. વિભાગ 252 ની નજીકની હરોળમાં ટિકિટો ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ જોવા મળી રહી છે. જેમ કે Ro-21માં તેની કિંમત $693 એટલે કે રૂપિયા 58 હજાર છે અને Ro-19માં તેની કિંમત $801 એટલે કે રૂપિયા 67 હજાર રૂપિયા છે.

ટિકિટ મેળવવી ખૂબ મુશ્કેલ
આવતીકાલની મેચ જોવા માટે લોકો દરેક દેશમાંથી આવશે. ખાસ કરીને ભારતીયો અને તેમાં પણ ગુજરાતના લોકો ત્યાં મોટી સંખ્યામાં ગયા છે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. આ કારણોસર ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ જ્યારે પાકિસ્તાન અને ભારતની મેચ હતી તે સમયે એ મેચની ટિકિટો ભારે બ્લેકમાં વેચાણી હતી.

આ પણ વાંચો: રિષભ પંતે પાકિસ્તાનને હરાવવા જબરદસ્ત તૈયારી કરી, વીડિયો વાયરલ

સત્તાવાર વેબસાઈટ ટિકિટ
ICCની સત્તાવાર વેબસાઈટ પર શુક્રવારની રાત સુધીની કિંમતની વાત કરવામાં આવે તો બાઉન્ડ્રી ક્લબમાં સીટોની કિંમત $1500 , ડાયમંડ ક્લબની સીટોની કિંમત $10,000 હતી. ટિકિટની માંગ ચોક્કસ મેચ પ્રમાણે બદલાય છે. લોકો આ મેચ જોવા માટે પડાપડી કરી રહ્યા છે. અહિંયાના પાર્કિંગના રેટમાં પણ ભારે વધારો થયો છે. જેની કિંમત પણ લાખોમાં છે. આઈસીસીનું આ વિશે કહેવું છે કે 34,000 દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોની માંગ સમગ્ર સ્ટોક કરતાં 200 ગણી વધુ હતી.