પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કોહલી પ્રેક્ટિસ દરમિયાન થયો ઘાયલ

India vs Pakistan: આવતીકાલે પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન સામેની મેચ માટે પ્રેક્ટિસ કરતી વખતે વિરાટ કોહલીના પગ પર બોલ વાગતાં તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેણે પગમાં આઈસ પેક પહેરેલો જોવા મળે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની ભૂમિ પર વાગ્યું ભારત ભાગ્ય વિધાતા, ઓસી.-ઈંગ્લેન્ડની ટીમ ચોંકી ગઈ

ભારત-પાકિસ્તાન મેચ પહેલા કોહલી ઘાયલ
ભારત-પાકિસ્તાન મેચ પહેલા શનિવારે ભારતીય ટીમે સખત પ્રેક્ટિસ કરી હતી. આ સમયે વિરાટને બોલ પગમાં વાગ્યો હતો. તે મેદાનની બહાર નીકળી ગયો અને પગ પર બરફનો પેક લગાવેલો જોવા મલ્યો હતો. થોડા સમય પછી વિરાટ ફરી મેદાનમાં પ્રેક્ટિસ માટે મેદાનમાં આવ્યો હતો. જોકે ઈજા એટલી ગંભીર જોવા મળી રહી નથી. પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની રોહિત અને વિરાટ પાસેથી સારી અપેક્ષા છે. જો તે ઈજાને કારણે તે બહાર થઈ જાય છે તો ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થશે.