January 18, 2025

Team India- Pakistan કરતાં મજબૂત, વિશ્વાસ ન હોય તો જોઈ લો આ રેકોર્ડ

IND vs PAK: ભારત અને પાકિસ્તાન ક્રિકેટ વિશ્વમાં બે સૌથી મોટા કટ્ટર હરીફ ગણવામાં આવે છે. આ મેચની ક્રિકેટ ચાહકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહામુકાબલો ન્યૂયોર્કમાં રમાશે. આ મેચનું આયોજન આવતીકાલે થવાનું છે.

રોમાંચક મેચની અપેક્ષા
આવતીકાલે ભારત અને પાકિસ્તાનનો મહામુકાબલો હતો. ચાહકો આ મુકાબલો જોવા માટે આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ મેચનું સ્થળ ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હશે. તમને જણાવી દઈએ કે આ મેચને જોવા માટે ઓછામાં ઓછા 30000 થી વધુ દર્શકો પહોંચી જશે. જ્યાં 30000 થી વધુ દર્શકો મેચ જોવા માટે પહોંચશે.પાકિસ્તાન સામે રમાનાર આ મેચ માટે ભારતની ટીમ તૈયાર છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પાકિસ્તાન માટે ખરાબ સાબિત થઈ હતી. આ મેચમાં અમેરિકાની સામે 5 રને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે આ મેચ જીતવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે.

આ પણ વાંચો: PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’

ટીમ ઈન્ડિયાનો દબદબો
T20 ઈન્ટરનેશનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. આ બંને ટીમ વચ્ચે 12 વખત મેચ રમાઈ હતી જેમાં 8 મેચમાં જીત મળી હતી. જેના કારણે એવું કહી શકાય કે બંને વચ્ચે જ્યારે પણ મેચનું આયોજન થયું તે સમયે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. હાલમાં જે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે પાકિસ્તાન ટીમ ઈન્ડિયાને હરાવશે તે ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. બાકી કોની થશે જીત કે કોની થશે હાર તે આવનારા સમયમાં જ ખબર પડશે.