Rohit Sharma પાકિસ્તાન સામે નહીં રમે? Bumrahની પત્નીની પોસ્ટ વાયરલ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/06/pak-vs-inda-m.jpg)
IND vs PAK: ભારત પાકિસ્તાનનો આવતી કાલે મહામુકાબલો છે. આ પહેલા રોહિત શર્મા જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવતીકાલે ખરાખરીનો ખેલ છે એ પહેલા બુમરાહની પત્નીએ પોસ્ટ કરીને ફેન્સનું ટેન્શન વધારી દીધું છે.
જીતનો સિલસિલો
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા 5 જૂને આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેણે મેચ દરમિયાન જ મેદાનને છોડવું પડ્યું હતું. રોહિતે ત્યાર બાદ પોતાની તબિયત અંગે અપડેટ આપ્યું હતું. જેમાં ઠીક હોવાનું જણાવ્યું હતું, પરંતુ બુમરાહની પત્ની સંજના ગણેશને ચોંકાવનારી પોસ્ટ કરીને ફેન્સનું ટેન્શન વધારી દીધું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનું લક્ષ્ય ચોક્કસ રાખશે.
View this post on Instagram
બુમરાહની પત્નીએ
આવતીકાલની મેચ પહેલા જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશને એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. જે બાદ ભારતીય ફેન્સનું ટેન્શન વધી ગયું છે. જસપ્રીતના ટોસ કરવાની રાહ તે જોઈ શકતી નથી તેવી પોસ્ટ કરી હતી. આ બાદ ફેન્સ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે આ પોસ્ટ ખુબ વાયરલ પણ થઈ રહી છે. લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા હતા કે જો રોહિત નથી તો તેની ગેરહાજરીમાં હાર્દિક પંડયાને ટોસ કરવો જોઈએ. કારણ કે તે ટીમનો વાઇસ-કેપ્ટન છે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટ તો ઠીક પાર્કિંગ માટે પણ એક લાખ રૂપિયા
રેકોર્ડ નોંધાયો
રોહિત શર્મા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 1000 રનનો આંકડો પાર કરી દીધો છે. આવું કરનાર તે ત્રીજો ખેલાડી છે. રોહિત પહેલા આ રેકોર્ડ રાટ કોહલી અને મહેલા જયવર્દને બનાવ્યો છે. આ સિવાય રોહિત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજો એવો ખેલાડી છે જેના નામે 10 વખત 50 રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. આ સાથે રોહિત શર્મા પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે કે જેના નામે 100 છગ્ગા મારવાનો રેકોર્ડ નોંધાયેલો છે.